________________
પિન્ન મહાપુરુષોનાં ચરિત હા પાડે તે અંદર પ્રવેશ કરીએ, જે તેમને મળવાને સમય ન હોય, તે પાછા સ્વદેશ ચાલ્યા જઈએ.” ત્યાર પછી તે સાંભળીને પ્રતિહારે વિનયથી અભંગન કરાતા રાજાને વિનંતિ કરી. મહારાજાએ તેને કહ્યું કે, અત્યારે અખાડામાં કસરત કરવાની ભૂમિમાં રહેલું છું, જે તેમને ઉતાવળ હોય, તે પ્રવેશ કરાવ.” રાજાએ આ પ્રમાણે કહ્યું, એટલે છડીદારે તેમને પ્રવેશ કરાવ્યો અને રાજા પાસે મોકલ્યા. તેવા આશીર્વાદ આપીને આપેલા આસન પર બેઠા. વિસ્મયથી વિકસિત નેત્રવડે પરસ્પર વદન-કમલનું અવલોકન કર્યું. અપૂર્વ રૂપ અવકન કરીને તે બંને વિસ્મય પામ્યા. ત્યાર પછી પ્રસન્ન વદનકમલવાળા ચકવતીએ કહ્યું કે- “ જેના અથી હો, તેની માગણી કરે, જેથી તમારી ઈચ્છા પૂર્ણ કરૂં. એ સાંભળીને બ્રાહ્મણોએ કહ્યું કે, “હે મહારાજ! અમે કશા પદાર્થના અથી નથી, પરંતુ માત્ર તમારા રૂપનું અવલોકન કરવાના કતહલથી આવ્યા છીએ. તે ત્રણે લેકના રૂપતિશયને જિતનાર આશ્ચર્ય પમાડનાર તમારું રૂપ અમે જોયું. આજે આપના રૂપને દેખી અમને મળેલી આંખો સફળ થઈ. સંસાર–નિવાસનું ફલ અનુભવ્યું, તે હવે અમે રજા લઈને જઈશું.' તે સાંભળીને નરેન્દ્ર કહ્યું કે, ડીવાર પછી ફરી આવીને તમારે મને દેખ, હાલ તમે જાવ, તે વાત સ્વીકારીને તેમ કર્યું. રાજભવનમાંથી બહાર નીકળ્યા.
સ્નાન, વિલેપન, ભેજનાદિ કરીને સર્વાલંકાર–વિભૂષિત થઈને રાજસભામાં સિંહાસન પર બિરાજમાન થયેલા બે બાજુ રહેલ વિલાસિનીઓએ હાથમાં ગ્રહણ કરેલ ચામથી વિંઝાતા એવા રાજાની પાસે પ્રતિહારે જણાવેલ તેઓએ રાજભવનમાં પ્રવેશ કર્યો. આપેલા વિશેષ પ્રકારના આસન પર તેઓ બંને બેઠા. મહારાજાએ તેમને બોલાવ્યા, એટલે પરસ્પર મુખ અવકન કરીને કંઈક પ્લાન મુખકમલવાળા થઈને નીચું મુખ કરીને રહ્યા. ફરી મહારાજાએ કહ્યું, તમે એકીટસે મારા તરફ નજર કરીને મારું રૂપ જોઈને પરસ્પર નીચું મુખ કરીને કેમ રહ્યા છે ? તેઓએ કહ્યું કે, “હે મહાસત્વ ! અમે તે દે છીએ, દેવોની સભામાં સુરેન્દ્ર તમારા રૂપની પ્રશંસા કરી, તેની અશ્રદ્ધા કરતા અમે અહીં આવ્યા છીએ. પહેલાં અમે તમારું રૂપ નિહાળ્યું ત્યારે એમ થયું કે સુરેન્દ્ર યથાર્થ રૂપનું સંપૂર્ણ વર્ણન કર્યું ન હતું. સુરેન્દ્રની વાત બાજુ પર રાખીએ, પરંતુ તમારા રૂપનું વર્ણન કરવા બીજે કઈ શક્તિમાન નથી, પરંતુ આ સંસાર અસાર છે, સમગ્ર સંસારના વિલાસે ક્ષણવાર રમણીય લાગે છે. કારણ કે, તે અવસરે જે તમારી રૂપસંપત્તિ હતી અને અમે જોઈ હતી, તેને સોમે ભાગ પણ અત્યારે નથી. જે માટે કહેલું છે કે – “ જીવનું લાવણ્ય, રૂપ, યૌવન, શરીર-સંઘયણ, કાતિ, શેભા, જીવિત, તેમ જ બેલ દરેક સમયે ઘટતું ઘટતું ઓછું થાય છે. પ્રથમ વખતે જે તમારા દેહની કાંતિ જોઈ હતી, હે દેવ-મનુષ્યને જિતનાર! તે અત્યારે જોનારને અતિશય આંતરાવાળી–ઘટેલી લાગે છે. પુણ્યાનુબંધી પુણ્યશાળી-કુશલ આત્માઓને ક્ષણે ક્ષણે ફેરફાર થવાના સ્વભાવવાળા લાવણ્ય, યૌવન અને રૂપમાં પલટો થાય તે લગાર પણ કર્મબંધના કારણરૂપ બનતું નથી. આ પ્રમાણે દેવેનું યથાર્થ વચન સાંભળીને ઉત્પન્ન થયેલ વૈરાગ્યવાળા, ગળી ગયેલા મેહધકારવાળા રાજા આમ કહેવા લાગ્યા- પરકાર્ય કરવામાં તત્પર ! “હે ઉત્તમદેવ ! તમારી હિતશિક્ષા હું માન્ય કરું છું. મારા રૂપતિશયના અભિમાનથી હું ઘેરાયે હતું, તેને તમે પ્રતિબંધ કર્યો. સ્વભાવથી જ આ દેહ નિર્ગુણ છે–એમાં બિલકુલ સંદેહ નથી. કારણ કે, તે મૂત્ર, વિષ્ટા, માંસ આદિ અશુચિ પદાર્થોથી ભરેલે છે. ચરબી, માંસ, લેહી, ફેફસાં, કલમલથી ભરેલ દુર્ગધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org