________________
કનકવતી અને વિદ્યાધરને વૃત્તાન્ત આપ્યું. હું તેને ઉપર બેઠે. તે પણ મારી સમીપે બેઠી. ગુઢ ચેથા પાદવાળી ગોષ્ઠી શરુ કરી. તેણે ગાથાના ત્રણ પાદે કહ્યા. જેથી પાદ પૂર્ણ કરતાં મેં તેની ગાથા પૂર્ણ કરી. તે આ પ્રમાણે
કઠોર પવન અથડાવાથી ચલાયમાન થયેલ કમળપત્ર સરખાં જેનાં જીવિત, પ્રેમ, યૌવન, ધન, શેભા, કીર્તિ ચંચળ છે.” આ ત્રણે પારના અંતે મેં કહ્યું કે- “ માટે ધર્મ અને દયા કરે.'
તરત જ ઘુઘરી પ્રાપ્તિથી સંક્તિ બનેલી કનકવતીએ મતિસાગરને ઉદ્દેશીને પૂછયું કેતમે તિષ જોયું કે?’ જવાબ આપ્યો કે, “જોયું, તમારું બીજું પણ કંઈ ખેવાયું છે ?? તેણે સામે પ્રશ્ન કર્યો કે, તે શું છે?” તેણે કહ્યું કે, “શું તે તમે નથી જાણતા ?” તેણીએ કહ્યું કે, “હું જાણું છું કે ખોવાયું છે, પણ સ્થાન ખ્યાલમાં નથી કે ક્યાં ખોવાયું છે?” તમે તે વાત જાણતા હશે કે શું અને ક્યાં ખોવાયું છે? મેં કહ્યું- મને બીજાએ કહ્યું કે- દૂરની ભૂમિમાં કનકવતીનું ઝાંઝર પગમાંથી સરીને પડી ગયું છે, તે ઝાંઝર જેણે ગ્રહણ કર્યું, તેને મેં જાણ્યું છે. એટલે જાણે નથી પણ તેના હાથથી મને ઝાંઝર મળ્યું છે, તે સમયે ઘુઘરીના વૃત્તાન્તથી ક્ષોભ પામી હતી. અત્યારે વળી આ વૃત્તાન્તથી અતિશય આકુળ-વ્યાકુળ બની ગઈ કે- બીજે સ્થાને હું જાઉં છું, તે વાત પ્રગટ થઈ છે. તે હવે સમજ નથી પડતી કે મારું હવે શું થશે? આ શી હકીક્ત હશે ? શું આ નિમિત્તિ સાચે હશે ? અથવા તે નિમિત્તિ હોય તે તે માત્ર ખેવાયું એટલું જાણી શકે? પરંતુ મારું ત્યાં દેવાયું એને
અહિં રહેલો કેવી રીતે જાણે અને મેળવે? તે આમાં કંઈક ગુપ્ત ગંભીર કારણ હોવું જોઈએ. વળી આ(પતિ) હમણુના દિવસોમાં વહેલ વહેલે જ મારા ઘરે આવ્યા કરે છે, એટલું જ નહીં, પણ અધુરી નિદ્રાવાળે હેવાથી નેત્રો પણ કંઈક લાલ જણાય છે, તે કઈ પણ કારણે આ મારા ભર્તાર જ ત્યાં જતા જણાય છે. એમ મને શંકા ઉત્પન્ન થાય છે. એમ વિચારીને કનકવતીએ પૂછયું કે, જ્યોતિષબલથી તમને જે નુપૂર મળ્યું છે, તે કયાં છે? ત્યાર પછી મારા મુખ તરફ અવલોકન કરીને મતિસાગરે કાઢીને આપ્યું. કનકવતીએ તે ગ્રહણ કર્યું અને પૂછ્યું કે, “આ તમને કયા સ્થળેથી પ્રાપ્ત થયું ?' પૂછ્યું કે, “તમે કયા સ્થળે ગુમાવ્યું ?” તેણીએ કહ્યું કે, જેવું અને જ્યાં ખેવાયું, તે પ્રમાણે આર્યપુત્રે સ્વયં દેખ્યું છે. મેં કહ્યું કે, મને બીજાએ કહેલું છે. મને આ વિષયના યથાર્થ પરમાર્થની ખબર નથી કે આમાં શી હકીકત છે? તેણીએ કહ્યું કે, “આવા નાખી દેવા લાયક વચન બોલવાથી શું લાભ? વધારે શું કહેવું? જે આર્યપુત્રે જાતે જ જોયું હોય તે ઘણું સુંદર છે, મને બીજા કોઈ કહે, તે સારું ન ગણાય. કારણ કે પછી તે અગ્નિપ્રવેશ કર્યા વગર મારી શુદ્ધિ ન થાય.” મેં કહ્યું કે, આમાં અગ્નિપ્રવેશ કરવાને શો સંબંધ ? કનકાવતીએ કહ્યું કે, આ આપ સ્વયં જાણી શકે છે કે આટલું જાણ્યું તે બાકીનું પણ તમે જાણતા હશે જ. એમ કહીને ખેદવાળી ચિતામગ્ન બનેલી ડાબા હાથની હથેલીમાં હાથ-(મસ્તક) નમાવીને બેઠી. ત્યાર પછી હું થોડીવાર બેસીને મતિસાગર સાથે સામાન્ય કથા-વાત-ચીત કરીને અન્ય કથાલાપ કરી, તેને હસાવીને મારા ઘરે ગયે.
ફરી પણ પૂર્વના કમે એક પહોર રાત્રિ થયા પછી કનકવતીના ઘરે ગયે. પિતાની દાસીઓ સાથે ઉદ્વેગ મનવાળી ન સમજી શકાય તેવા અસ્પષ્ટાક્ષરમાં મંત્રણા કરતી કનકવતીને
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org