________________
પ્રહેલિકાઓ તેઓ અમારા ગુરુ છે. તેથી અહીં પધાર્યા તે બહુ સુંદર કર્યું. આપ પધારે, હું સવારે તેમનાં દર્શન કરીશ.” એમ કહી પરિવ્રાજકને રજા આપી, એટલે તે ગયે.
બીજા દિવસે સવારે કરવા એગ્ય કાર્યો કરીને ભૈરવાચાર્યનાં દર્શન કરવા માટે કુમાર ઉદ્યાનમાં ગયો. વાઘના ચર્મ ઉપર બેઠેલા ભરવાચાર્યને જોયા. તેઓ પણ મારા આવવાથી ઉભા થયા. હું તેમના ચરણમાં પડ્યો. આશીર્વાદ આપીને મૃગચર્મ બતાવીને તેણે મને તેના ઉપર બેસવાની આજ્ઞા કરી. મેં કહ્યું કે– ભગવંત ! બીજા રાજાઓની સરખામણીથી મારી સાથે આ વ્યવહાર કરે તે મને વધારે પડતું જણાય છે. જો કે તેમાં આપને દેષ નથી,
આ દોષ તે સેંકડે રાજાઓએ સેવેલી આ રાજલક્ષ્મીને દોષ છે, આપ તો મારા સરખા શિષ્યવર્ગને આપનું આસન આપીને અમારા ઉપર સદૂભાવ પ્રગટ કરે છે. હે ભગવંત! તમે દૂર રહેલા હોવા છતાં મારા ગુરુ છે. હું તો સેવકના વસ્ત્ર ઉપર બેસીશ. થોડા સમય પછી કહેવા લાગ્યા કે હે ભગવંત! તે દેશ, પ્રદેશ, નગર, ગામ કૃતાર્થ થયા છે, જ્યાં આપ સરખાનું પ્રસંગોપાત્ત આવવું થાય છે, તે પછી જેને માટે ખાસ પધાર્યા છે, તેની તે શી વાત કરવી ? તે આપે આવીને મારા ઉપર મહાકૃપા કરી છે. જટાધારીએ કહ્યું કે, “નિષ્કામ હોવા છતાં પણ ગુણથી બંધાયેલા ગુણને પક્ષપાત કરનાર ભવ્યલક પ્રત્યે પક્ષપાત રાખનાર હોય છે. તમારા ગુણથી કે નથી આકર્ષાયું? વળી તમારા સરખા અમારી પાસે આવે, ત્યારે નિષ્કિચન અમારા સરખાએ શું કરવું? જન્મથી આજ સુધીમાં પરિગ્રહ રાખે નથી. દ્રવ્યની જાત વગર લેયાત્રા થઈ શકતી નથી. એમ સાંભળીને મેં કહ્યું, “હે ભગવંત! આપને યાત્રાની શી જરૂર? તમારા સરખા પાસે તો લેકનું અથાણું છે.”
ફરી જટાધારીએ કહ્યું- હે મહાભાગ્યશાળી ! “ગુરુવર્ગની પૂજા-પ્રેમ-ભક્તિ, સન્માન કરવું, વિનય એ સર્વ દાન વગર પવિત્ર મનુષ્યને પણ પ્રાપ્ત થતા નથી. દ્રવ્ય વગર દાન થઈ શકતું નથી. ધર્મ રહિતને દ્રવ્ય, વિનયરહિતને ધર્મ અને માનવાળાને વિનય હોતું નથી. આ સાંભળીને મેં કહ્યું- હે ભગવંત! આપે કહ્યું તેમ જ છે, પરંતુ આપ સરખાનાં દર્શન એ જ દાન, આપની આજ્ઞા એ જ સન્માન છે, તે આપ આજ્ઞા કરે કે “મારે શું કરવું , ભરવાચાયે કહ્યું–હે ભાગ્યશાળી ! તમારા સરખા પરોપકાર કરવાની ઈચ્છાવાળા, અથીવર્ગને તમારાં દર્શન જ મને રથ પૂર્ણ કરનાર છે. તે એક મંત્રની પૂર્વસેવા કરતાં ઘણું દિવસો પસાર થયા, તેની સિદ્ધિ તારા આધીન છે. તમે સમગ્ર વિશ્વને નાશ કરવામાં સહાયક બને, તે હે ભાગ્યશાળી ! મારા આઠ વર્ષના મંત્ર-જાપને પરિશ્રમ સફલ બને. ત્યારે મેં કહ્યું- હે ભગવંત! આ આજ્ઞા કરીને આપે મારા ઉપર ઉપકાર કર્યો. તે મારે ક્યાં અને ક્યા દિવસે કરવું ? તે આપે મને આજ્ઞા કરવી.” તરત જ જટાધારીએ કહ્યું કે-હે મહાભાગ્યશાળી ! આ કૃષ્ણચતુર્દશીના દિવસે મંડલાઝ (તરવાર હાથમાં લઈને નગરના ઉત્તરદિશાના વિભાગની બહાર એકલા મશાનપ્રદેશમાં એક પહોર રાત્રિ ગયા પછી આવવું. ત્યાં હું ત્રણ જણ સાથે રહેલ હઈશ.” ત્યારે મેં કહ્યું કે-“ભલે એમ કરીશ.” કેટલાક દિવસે ગયા પછી કૃષ્ણચતુર્દશીની રાત્રિ આવી. ભુવનના અપૂર્વ લોચન સમાન સૂર્યને અસ્ત થયે. અંધકારને વેગ ચારે બાજુ પ્રસરી ગયે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org