________________
૧૩૨
પન્ન મહાપુરુષોનાં ચરિત લબ્ધિવાળા ગણધર ભગવંતેએ “આચાર આદિક બાર અંગેની રચના કરી. ધર્મદેશના કરતા ભગવંતે દર્શન-જ્ઞાન-ચરણ સ્વરૂપ મોક્ષમાર્ગ જણાવ્યું. પદાર્થો જે સ્વરૂપે છે, તે સ્વરૂપે યથાર્થ માનવા રૂપ સમ્યકત્વ સમજાવ્યું. તે બે ભેદવાળું છે, તે આ પ્રમાણે–નિસર્ગ સમ્યકત્વ અને અભિગમ સમ્યક્ત્વ. જીવ, અજીવ, આસવ, સંવર, બંધ, નિર અને મેક્ષ આ સાત તત્ત્વભૂત પદાર્થો છે. જીના પ્રકારે
બે પ્રકારના છે. સંસારી અને સિદ્ધાં. તેમાં સંસારી જી બે પ્રકારના -ત્રણ અને સ્થાવર. પૃથ્વીકાય, અષ્કાય, તેજસૂકાય, વાયુકાય અને વનસ્પતિકાય, એમ સ્થાવર જી પાંચ પ્રકારના જાણવા. ત્રસ જીવો તે વળી કૃમિ વગેરે બે ઇન્દ્રિયવાળા, કીડી આદિ ત્રણ ઈન્દ્રિયવાળા, માખી વગેરે ચાર ઈન્દ્રિયવાળા, તિર્ય, મનુષ્ય, દેવ અને નારકીઓ એ પાંચ ઈન્દ્રિયવાળા જેના ભેદ જાણવા. અજીવ–સ્ક ધ સ્કંધ, દેશ, પુગલેના પરમાણુઓ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય વગેરેના દેશ-પ્રદેશાદિક વિચારી લેવા. આસવ એટલે કર્મને પ્રવેશ કરવાનો ઉપાય, તે હિંસાદિક પાપાનુષ્ઠાન આસવનાં કારણે છે. સંવર એટલે પાપકર્મને આવતાં અટકાવવાં. બંધ એટલે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને એગો વડે કર્મવર્ગણાઓનું ગ્રહણ કરવું. નિર્જરા એટલે સ્વેચ્છાએ આતાપના, પરિષહો સમભાવપૂર્વક કર્મને ક્ષય કરવા માટે સહન કરવા. સમગ્ર કર્મક્ષય થવા સ્વરૂપ મોક્ષ છે. આ પ્રમાણે ઉપદેશ આપતા આપતા ભરતક્ષેત્રમાં વિચારીને સંસારના કાદવમાં ખૂંચેલા ભવ્યાત્માઓને હસ્તાવલંબન આપીને શ્રેયાંસનાથ ભગવંત “સમેત શિખર ઉપર ગયા. શ્રાવણ કૃષ્ણતૃતીયાના દિવસે, શ્રવણ નક્ષત્રમાં ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય પાલન કરીને સિદ્ધિ પામ્યા. શ્રીમહાપુરુષચરિતમાં અગીયારમા તીર્થંકર શ્રેયાંસ સ્વામીનું
ચરિત્ર સમાપ્ત કર્યું. [૧૩]
(૧૪-૧૫) ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચલ બલદેવનાં ચરિત્ર શ્રીશ્રેયાંસ તીર્થકર ભગવંતના કાલમાં જ એંશી ધનુષની કાયા અને રાસી લાખ વર્ષના આયુષ્યવાળા ત્રિપૃષ્ઠ નામના અર્ધચકવતી (વાસુદેવ) ઉત્પન્ન થયા. કેવી રીતે ? તે કહે છે–વૃદ્ધિ પામતે સૂર્ય કેઈપણ તેજસ્વીને લગાર પણ સહન કરી લેતે નથી, ચંદ્રને પણ નિસ્તેજ કરી પછી ભુવનને પ્રકાશિત કરે છે.
જંબૂદીપ નામના આ જ દ્વીપમાં, ભારતવર્ષમાં (ભરતક્ષેત્રમાં) “પતનપુર” નામનું નગર હતું. ત્યાં સમગ્ર દિશામંડલને જિતનાર “પ્રજાપતિ’ નામને રાજા રહેતું હતું. તેને સર્વાગે સુંદર “મૃગાવતી' નામની મહારાણી હતી. જેને કેશકલાપ અતિશય બારીક કાળા ચમક્તા મેરના કેશકલાપને જિતનાર, મણિઓના કિરણેથી મિશ્રિત પુષ્પમાળાથી વીંટલાયેલ હિતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org