________________
6
(૧૧) પુષ્પદ'ત (સુવિધિનાથ) સ્વામીનું ચરિત્ર
શ્રીચંદ્રપ્રભ સ્વામી પછી નેવુ ક્રેડ સાગરોપમ ગયા પછી, સેા ધનુષ ઊંંચી કાયાવાળા પુષ્પદંત ’ ‘ સુવિધિનાથ’ પ્રભુ ઉત્પન્ન થયા. કેવી રીતે ? તે કહે છે
પૂર્વે કરેલા પુણ્યના પ્રભાવથી મેળવેલા ગુણવાળા તેવા કોઈક પુરુષા જગતમાં જન્મ ધારણ કરે છે કે, જેની ઉત્પત્તિથી આ જીવલેાક અતિશાંતિને અનુભવતા હાય છે.
:
આ જ ભરતક્ષેત્રમાં અત્યંત મનહર ‘કાક’દી’ નામની નગરી છે. ત્યાં ‘ સુગ્રીવ ’ નામના રાજા હતા. તેને અત્યંત સુંદર રૂપવાળી ‘રામા' નામની મહાદેવી હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલાક કાળ પસાર ક્વેર્યાં. કોઈક સમયે વસંતઋતુ શરૂ થતાં સહકારની મજરી ખીલવા લાગી. તે સમયે ફાગણ કૃષ્ણ નવમીના દિવસે સુખે સૂતેલી રામા રાણીને રાત્રિના છેલ્લા પહેારમાં ચૌદ સ્વપ્ના જોવામાં આવ્યાં, એટલે તેણે જાગીને યથાવિધિ પતિને નિવેદન કર્યાં. તેણે પણ · પુત્ર જન્મશે' એમ કહીને અભિનંદન આપ્યું. તે જ રાત્રે વૈજયંત ' વિમાનથી ચવીને રામા રાણીની કુક્ષિમાં પ્રભુ ઉત્પન્ન થયા. મા શીષ કૃષ્ણપ ́ચમીના દિવસે મૂળ નક્ષત્રમાં ચંદ્રના યાગ થયે છતે પ્રભુના જન્મ થયા. ‘પુષ્પદંત ’ નામની સ્થાપના કરી. કલા સાથે વૃધ્ધિ પામ્યા.
6
છદ્મસ્થ
ક્રમે કરી પચાસ હજાર પૂર્વ કુમારભાવના અનુભવ કરીને, તેટલેા જ કાળ રાજ્ય ભાગવીને, લેાકાંતિક દેવાથી પ્રતિબાધાયેલા ભગવતે દીક્ષા અંગીકાર કરી ચાર માસ પર્યાય પાલન કરીને કાર્તિક શુક્લ તૃતીયાના દિવસે મૂળ નક્ષત્રમાં ચંદ્રના યાગ થયે છતે પ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થયું. ભગવંતે ૮૧ ગણધરાને દીક્ષા આપી. દેવાએ સમવસરણની રચના કરી. ધમ દેશના શરૂ કરી. કેટલાય પ્રાણીએ પ્રતિબેધ પામ્યા. એ જ ક્રમે ભરતક્ષેત્રમાં એ લાખ પૂર્વ વિચરીને ભવ્યજીવા રૂપી કમલખંડને પ્રતિધ કરીને ‘ સમ્મેત' પર્વતના શિખર ઉપર ભાદ્રપદ શુક્લ નવમીના દિવસે મૃગશિર નક્ષત્રમાં ભગવાન સિધ્ધિપદને પામ્યા,
ચોપન્ન મહાપુરુષ-ચરિતમાં નવમા પુષ્પદંત' તીકમનુ ત્રિ સમાપ્ત [૧૧
(૧૨) શ્રીશીતલ સ્વામીનું ચરિત્ર
શ્રીપુષ્પદંત તીથંકર થયા પછી, નવ ક્રોડ સાગરોપમ ગયા પછી શીતલનાથ તીર્થંકર ઉત્પન્ન થયા. કેવી રીતે ? તે કહે છે—
આ ભુવનમાં પ્રજાના પુણ્યથી પરેાપકાર કરવામાં એકાંત ઉદ્યમવાળા ઉપમાતીત મહાપુરુષા ઉત્પન્ન થાય છે.
જશ્રૃદ્વીપ નામના આ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, ‘ફ્લિપુર’ નામનુ` નગર હતું. ત્યાં ‘દૃઢરથ’ નામના રાજા હતા. તેને નંદા' નામની મહાદેવી હતી, તેની સાથે વિષયસુખ અનુભવતાં
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org