________________
સિદ્ધોનું વર્ણન
૧૨૭
પાંખ કરતાં પણ વધારે પાતળી હોય છે. તે ઈષ-પ્રાગુભારા પૃથ્વીથી ઉપર એક જનને ચેથે ભાગ, તેના પણ છ ભાગ કરીને તેમાં સિદ્ધના જીવને અવગાહ છે, સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ અને એક ધનુષનો પણ ત્રીજો ભાગ સમજવી. આઠ સમય સુધી નિરંતર વગર અટક્ય ક્ષે જાય. ઉત્કૃષ્ટથી એક સમયમાં ૧૦૮ મેક્ષે જાય. ત્યાં જ્ઞાન દર્શનના ઉપગવાળા સિદ્ધોના જી અજરામરપણે શાશ્વતપણે સાદિ અનંત કાળ રહે છે. તે જ વાતનું સમર્થન કરતા કહે છે કે
સિદ્ધોનું વર્ણન
કર્મક્ષય થવાથી થયેલ અત્યંત એકાંત શાશ્વત સુખ મેક્ષમાં જે પ્રકારે અનુભવે છે, તે તમે સાંભળે “સર્વાર્થસિદ્ધ” નામના વિમાનથી ઉપરના માર્ગમાં મનુષ્યક્ષેત્ર-પ્રમાણવાળી ઊંધી વેતછત્રીના આકારવાળી-કાંસાના છાલીયા સરખી સિદ્ધશિલા સ્થાન છે. તે બરાબર વચલા ભાગમાં આઠ જન જાડી ઠીકરીવાળી છે. જેમ જેમ છેડા તરફ જાવ, તેમ તેમ ક્રમે કમે પાતળી થતી જાય અને છેવટે તેને છેડે માખીની પાંખ કરતાં પણ પાતળો હેય. ઊંધા છત્રના આકારવાળી તે સિદ્ધશિલાના ઉપરના ચેથા જનના છ ભાગ કરતાં તેમાં સિદ્ધિોની અવગાહના જણાવેલી છે. ત્યાં પૂર્ણ પવિત્ર પ્રધાન કલ્યાણ મંગલ ઉદાર લોકોત્તર સુખ રહેલું છે, તેને શાશ્વત પરમપદ પણ કહેલું છે. વળી તે અજરામર, અરેગ, કલેશ-રહિત, સકલ દ્વ-રહિત, અચ્છેદ-વેદાય નહિ તેવું, ભેદાય નહિ તેવું, અનુત્તર, પીડા વગરનું, અભવ્ય જીના અનુભવમાં નહિ આવતું, ભવ્ય અને અનુભવમાં આવી શકે તેવું, જે મોક્ષપદ, તેની કેવલજ્ઞાની ભગવંતે હંમેશાં પ્રશંસા કરે છે. જેઓ સમ્યગદર્શન, જ્ઞાન–સહિત ચારિત્રમાં આરૂઢ થયેલા છે, તેવા મનુષ્ય નક્કી આઠભવની અંદર મોક્ષ પ્રાપ્ત કરે છે. જેમાં અઢારહજાર શીલાંગરના ભારને વહન કરવામાં ઉદ્યમવંત થયા છે, તથા તપમાં તત્પર બન્યા છે. જેમણે આસવદ્વાર બંધ કર્યા છે, આરંભને ત્યાગ કરનાર, જેઓ ગુપ્તિએને ગોપવનારા છે, આત અને રૌદ્ર ધ્યાનને ત્યાગ કરીને ધર્મધ્યાન, શુકલધ્યાન ધરનારા શુભ પરિણમવાળા છે, મેહને જિતનારા, કામથી મુક્ત થયેલા, તૃણ, કંચન, મણિ, ઢેફામાં સમાન ભાવવાળા છે. આ શરીર પણ અનિત્ય છે એવી ભાવનાવાળા છે. કર્મક્ષયના કારણરૂપ બાર પ્રકારના તપમાં ઉદ્યમ કરનારા, તીર્થંકર પરમાત્માના વદન-પંકજથી નીકળેલા આગમશાસ્ત્રના જાણકાર, બૈર્યવંત, બાર અંગે ચૌદ પૂર્વના અર્થને યથાર્થ જાણકાર એવા સાધુ ભગવંતે કેવલજ્ઞાન મેળવીને કેમે કરી ક્ષપકશ્રેણિ માંડીને બાકી રહેલાં અઘાતી કર્મોને ક્ષય કરીને લેશીકરણ કરી પરમપદ પ્રાપ્ત કરે છે. ઉત્કૃષ્ટથી એક સમયમાં ૧૦૮ સિધ્ધિ પામે છે, વિરહકાળ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ મહિના. એક સમયમાં છ, દશ કે પાંચ જિનેન્દ્રો મુક્તિ પામે છે, દેવલોકમાંથી એવેલા ૧૦૮ એક સમયમાં મેક્ષે જાય. ઉત્કૃષ્ટ શરીરવાળા એક સમયમાં છે, તેની નીચેના પ્રમાણુવાળા ચાર, મધ્યમ અવગાહનાવાળા સમાન શરીરવાળા આઠ મોક્ષે જાય છે. એરંડફલ અને અગ્નિ જેમ સ્વભાવથી ઊર્ધ્વગતિવાળા છે, તે પ્રમાણે કર્મમુક્ત થયેલા સિદ્ધોની લેકામાં ઊર્ધ્વગતિ થાય છે. સિદ્ધના જીવને સહાયકના અભવાથી તેની આગળ ગમન થઈ શકતું નથી. ફરી આવવાના કારણના અભાવમાં ત્યાં જ રહેવાનું હોય છે. સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, સૂહમવ, વીર્ય, ઊર્ધ્વગમન, અગુરુલઘુત્વ, અબાધા એમ સિદ્ધોના આઠ ગુણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org