________________
ભગીરથ પૌત્રે ગંગાને સમુદ્ર તરફ વાળી
૧૦૩ ઘણું સમજાવીને મંત્રીએ ફરી પણ કહ્યું કે –“હે દેવ! આ ત્રણે ભુવનમાં તલના ફેરા જેટલું તેવું કંઈ પણ નથી કે, જે આપ ન જાણતા હો તે પણ આપ શોકાવસ્થામાં હોવાથી આપને કંઈક નિવેદન કરું છું. કઠોર પવન અથડાવાથી કમલપત્ર પર રહેલા જલબિન્દુ સરખા અતિચંચળ સંગ, જીવિત, યવન, તુચ્છ ધન કે નેહના વિષયમાં શેક કરવાથી લાભ?
તે સાંભળી ભરતાધિપ સગર રાજાએ કહ્યું, “તમે કહ્યું, તે તદ્દન સત્ય જ છે. આ સંસાર અસાર જ છે. બંધુઓ અને સ્નેહીના સમાગમે સ્વપ્ન સરખા છે. પર્વત પરથી વહેતી નદીના પૂર સરખું અલ્પકાળમાં વહી જનારું યૌવન છે. વૃક્ષના છાયડા સરખી ચંચળ લક્ષ્મી છે. ઘાસના અગ્રભાગ પર રહેલ જલબિન્દુ સમાન ચંચળ જીવિત છે. ઈન્દ્રધનુષના રંગ સરખો સ્નેહાનુબંધ છે. એક કુટુંબમાં સાથેનો નિવાસ ઈન્દ્રજાળ સરખે છે, હાથીના કાન સરખે ચંચળ વૈભવ છે. તે જ્યાં સુધીમાં વૃદ્ધાવસ્થા–પિશાચિકાએ શરીરમાં પ્રવેશ કર્યો નથી, મૃત્યુતાલને આધીન થયા નથી, જ્યાં સુધી સ્વભાવથી ચંચળ રાજ્યલક્ષ્મી વિકાર ન બતાવે, જ્યાં સુધીમાં ઇન્દ્રિયની તાકાત ઘટી ન જાય, જ્યાં સુધીમાં વિષયે આપણે ત્યાગ ન કરે. અને આ શરીર આપણા કહ્યામાં વર્તતું હોય ત્યાં સુધીમાં, વિવેકી ઓએ અન્ય સર્વનો ત્યાગ કરીને સતત આત્મહિતની સાધના કરી લેવી જોઈએ. ધર્માનુષ્ઠાન સિવાય બીજું કોઈ આત્મહિત કાર્ય નથી. કારણ કે, આ સંસાર તે એકાંતે નિર્ગુણ જ છે, આપત્તિઓ તે નજીકમાં રહેલી જ છે, હમેશાં મૃત્યુ લગાર પણ દૂર જતું નથી. વિષય ભેગેનાં ફલો કડવાં અને ભયંકર છે. કર્મ–પરિણતિ વિષમ છે. નરકની વેદનાઓ મહાભય આપનારી છે. વિષયને ત્યાગ ન કરનારને અવશ્ય નરક કે તિર્યંચ ગતિમાં વાસ કરે પડે છે. સંસારના સંગને ત્યાગ કરનાર સાધુ મહાત્માઓ અવશ્ય સ્વર્ગ કે મેક્ષમાં જાય છે. રાજ્યલક્ષમી અને વિષયેને વિગ દરેકને અવશ્ય થવાને જ છે, તે જ્યાં સુધી તેઓ આપણે ત્યાગ ન કરે, ત્યાં સુધીમાં આપણે તેને સ્વેચ્છાએ ત્યાગ કરીએ. પારકા પદાર્થોની મમતા કરવાથી શું ફાયદો ? તે ભગીરથને રાજ્યાભિષેક કરીને મહાપુરુષ–સેવિત ધર્મનું આરાધન કર. અસ્થિર અસાર રાજ્યલક્ષ્મીનો ત્યાં સુધીમાં ત્યાગ કર્યું કે, જ્યાં સુધીમાં અખલિત ગતિવાળું મૃત્યુ મારી સંભાળ લેવા ન આવે.” ભગીરથ પૌત્રે ગંગાને સમુદ્ર તરફ વાળી
આ પ્રમાણે વૈરાગ્યમાર્ગને અનુસરતા સંસારવાસથી કંટાળેલા મહારાજાએ પોતાના આત્માને સંસાર-સ્વભાવ સમજાવતાં પિતાના આશ્રિત વર્ગને પણ કહ્યું કે, “તમારી આત્મશુદ્ધિ પણ વ્રત ગ્રહણ કરવાથી જ થશે.” એમ જ્યારે કહી રહેલા હતા તેટલામાં અષ્ટાપદ પર્વતની નજીકમાં રહેતા લોકો હાહાર કરતા રાજ્યાંગણમાં દોડી આવ્યા. મહારાજાને કહેવા લાગ્યા કે “હે મહારાજ! અમારું રક્ષણ કરે, અમને બચાવો.” તે સાંભળીને રાજાએ પૂછયું કે, આશે ઘંઘાટ સંભળાય છે? “તરત છડીદારોએ આવેલા ગામલોકને રાજસભામાં પ્રવેશ કરાવ્યું, તેઓએ પગમાં પડીને ઊભા થઈ મહારાજાને નિવેદન કર્યું કે–“હે દેવ! કુમારે જે ખાઈ જળથી ભરી, તે જળ ખાઈમાં ન સમાવાથી પડખેથી ઉભરાઈને ચારે બાજુ ફેલાવા લાગ્યું છે. સ્થળમાર્ગો પણ જળથી બંબાકાર બની ગયા છે. જળ ફરી વળવાથી ખાઈની નજીકનાં ગામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org