________________
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત આ પ્રમાણે જન સમુદાયમાં સગરપુત્રો બળીને ભસ્મ થઈ ગયા, ત્યારે સૈન્ય-છાવણીમાં હાહાકાર ઉછળે. સૈન્ય ક્ષોભ પામ્યું. બીકણે નાસવા લાગ્યા. પુરુષે દેડવા મંડયા. સ્ત્રીવર્ગ આક્રંદ કરવા લાગ્યા, મંત્રીવર્ગ આકુળ બની ગયે. પરિવાર મૂંઝા, સેવકવર્ગ વિષાદ પામે. આ શું કરવું? કયાં જવું? કોને કહેવું ? કોની સાથે યુદ્ધ કરવું? કોનું શરણ લેવું? જયારે સમગ્ર છાવણીમાં મુંઝવણ થઈ, ત્યારે અંતઃપુરમાં મોટો આકંદ શબ્દ ઉછળે કે ? “હે નિર્દય કૃતાન્ત જે કે તું હંમેશા અકાર્ય કરવામાં ઉઘુક્ત છે તે પણ હે અનાર્ય! માર્ગ ચૂકીને આ કાર્ય કરવું તે શોભતું ન હતું. હા દૈવ! આ તે શું કર્યું?એક પગલે જ સર્વથા સર્વને વિનાશ કર્યો શું આ સ્વમ, ભ્રમ કે ઈન્દ્રજાળ તે નહીં હશે ? શું આ સત્ય હશે કે બુદ્ધિભ્રમ ? માયા તે નહિ હોય ? તેમ મનથી વિચારીને બેલે છે કે સમજણ પડતી નથી કે હૃદયને કેવી રીતે શાંત પાડવું ? આ પ્રમાણે દુસહ દુઃખથી બળતું, છાતી કૂટતું અંતઃપુર લાંબાકાળ સુધી આકંદન કરતું હતું, તે જ ક્ષણે વૈધવ્ય પ્રાપ્ત થવાથી શોભા આપનાર અલંકારને ત્યાગ કર્યો, તેમજ પહેલાં જે વલયે પુષ્ટ હાથમાંથી નીકળતાં ન હતાં, તે વલયે દુર્બળતાને લીધે સહેલાઈથી નીકળી ગયાં. કેટલીક સ્ત્રીઓએ તે વિશાળ નિતંબરૂપ કામગજેન્દ્રનાં આભૂષણ સરખા કંદરા તેડીને ધરણી ઉપર ફેંક્યા. નિરંતર ફૂટવાથી છાતી પર રહેલે મોટાં મોતને હાર તેવી રીતે તૂટ્યો, જેથી બાકી રહેલાં મોતીઓ સ્તનતટ પર ઊંડાં સેંટી ગયાં, અને તે પણ હાર માફક શેભવા લાગ્યાં. દુર્બલ બનેલી કોઈ સ્ત્રી ચલાયમાન ચરણ અફાળવાથી હંસમિથુન માફક કમળ કર્ણપ્રિય અસ્પષ્ટ શબ્દ કરનાર નુપૂર–યુગલને ફેંકે છે. કેટલીક સ્ત્રીઓ વળી કંઠમાંથી નિર્મલ મણિ અને રત્નને બનાવેલ હાર ઉતારીને ભાંગી–તેડી નાખે છે. સતત નિશ્વાસ વડે દીન મુખવાળી અને આંસુથી છેવાઈ ગયેલ તંબલવાળે હોઠ હિમથી કરમાઈ ગયેલ કમલપત્રનું અનુકરણ કરે છે. ફરી ફરી મૂચ્છ પામવાથી ધરણી ઉપર રગદોળાતે કેશકલાપ જાણે દુસ્સહ અપૂર્વ વેદના થતી હોય તેમ જણાવે છે.
આ પ્રમાણે દુઃસહ મહાદુઃખ-સમૂહના તાપવાળી રાજરમણીઓએ એવી કરુણતાથી વિલાપ કર્યા–જેથી વાપદ-સમુદાય પણ રુદન કરવા લાગ્યા. આ પ્રમાણે કકળાટ કરતા અંતઃપુરને દેખી મંત્રીઓ શું કરવું ? તેની મૂંઝવણમાં પડ્યા. મહાસામંતે નિસ્તેજ બન્યા. પરિવાર ઉદ્વિગ્ન બ, રૌન્ય છાવણીઓ ખેદ પામી. સુબુદ્ધિ મંત્રીએ કહ્યું, અરે સેનાપતિએ! મહા સામેતે ! નિષ્ફળ વિલાપ કરવાથી શું ફાયદો? અહીં જે કરવાનું હતું તે, જીવિતનું મૂલ્ય ચૂકવીને તેઓએ કર્યું, અષ્ટાપદ પર્વતની ચારે બાજુ જળપૂર્ણ ખાઈએ થવાથી માર્ગ દુર્ગમ થઈ ગયે. તે મહાપુરુષોને અગ્નિદાન આપીને આપણને તેની અંત્યક્રિયાને પણ અવસર આપે નહિ, માટે હવે અહીં ક્ષણવાર પણ રોકાવું ઈષ્ટ નથી, માટે આજે જ અહીંથી આપણે પ્રયાણ કરવું. દરેકની અનુમતિથી પ્રયાણ ચાલુ કર્યું. કેઈ એકાંત સ્થળમાં છાવણી નાખી, ભેજનાદિક કાર્યો નીપટાવ્યાં. સગરના પુત્રોની વિનાશની ચિન્તાથી હાય તેમ નિસ્તેજ મંડલવાળે સૂર્ય પશ્ચિમદિશાનું અવલંબન કરવા લાગ્યું. ત્યાર પછી અંજલિ અર્પણ કરવા માટે હોય તેમ પશ્ચિમસમુદ્રમાં ડૂબી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org