________________
વર્ણવર્માની આત્મકથા પિતાના આત્માને સૂચવતો હોય, હૃદયથી કંઇક ખેદ કરતા હોય, તેમ ચેષ્ટા કરવા લાગે. ત્યારે મેં કહ્યું, “હે મહાપુરુષ! મારું જે કરવા લાયક કાર્ય હતું તે તે કર્યું. જીવિતદાન કરતાં બીજું ચડીયાતું દાન કેઈ નથી. એમ મેં કહ્યું, એટલે તેણે મને માર્ગે ચડાવ્યું. પલ્લિમાં મેં પ્રવેશ કર્યો. સુમિત્રા પાસેથી સમગ્ર વૃત્તાન્ત જાણીને રાત્રે પલિપતિના ઘરમાં પ્રવેશ કર્યો. પલ્લિપતિના વ્યાઘ નામના પુત્રને મારી નાખે. દુરાચારિણી પત્નીને લઈને મેં મારા ગામ તરફ પ્રયાણ કર્યું.
તેટલામાં વચમાં વીરક નામના બીજા પલિપતિ સાથે ભેટે થયે. એકલાએ જ મેં તેના સર્વ સૈન્યને વેર-વિખેર કરી નાખ્યું. પછી પલિપતિ પિતાના સૈન્યને ભાગી જતું દેખીને કહ્યું, “અરે મહાપુરુષ! તે ઠીક કર્યું” પણ આથી શું ? જે તને તારા પરાક્રમનું અભિમાન હોય તે ઘડીવાર મારા સન્મુખ થા, જેથી તારા પરાક્રમને ગર્વ તેડી નાખું, અથવા તું એકલો અને પરદેશવાસી છો, તારાથી હારી જાઉં, તે પણ તારૂં સત્ત્વ સિદ્ધ થતું નથી.” એમ સાંભળીને મેં કહ્યું કે-“પસ્લિપતિ માટે વિરુદ્ધ એ તારે બેલ શેભન છે, ફલ પણ જે આજ હોય તે બોલવું એગ્ય ગણાય, નહિંતર લઘુતા કરાવનાર આવાં વચન બોલવાથી શે લાભ? અને જેણે ફળ સિદ્ધ કર્યું છે, તેને પણ આ કથનવડે શું? કારણ કે પુરુષને ભુજામાં પરાકમ છે, પણ વચન બોલવામાં નથી. પુરુષને પરાક્રમ ઉત્પન્ન થાય, તે જ અંતરંગ સહાયક છે. આવા બહિરંગ સહાયક વચનથી સર્યું. વિપરીત દેવયોગે ઉત્પન્ન થયેલા સંકટવાળા કે બંધુવર્ગથી રહિત એવા ધીર પુરુષને સંકટમાં પણ સારો સહાયક હોય તે પિતાના પૌરુષપરાક્રમનું રણ થવું એ જ અંતરંગ સહાયક છે. બહિરંગ એવા આ સહાયક વડે શું ? અને વળી વિરુદ્ધ-પ્રતિકૂળ થતા દૈવવડે જેમને વ્યસને–સંકટ ઉત્પન્ન થાય છે અને જેમને બંધુવર્ગ વિનષ્ટ થઈ રહેલ છે, એવા ધીર પુરુષોને સંકટમાં સારો સહાયક હોય છે તે પિતાનું પરાક્રમ જ છે. સમૂહમાં મળેલા એકેકને સમીપમાં સંશયવાળો સહાયક કેવી રીતે થઈ શકે? વિષમ રણસંગ્રામમાં સુભટને પિતાના પરાક્રમ સિવાય અન્ય કેઈ સહાયક થતો નથી.
જેઓ સત્વ વગરના છે, તે પિતાની મહિલાને પણ પાલન કરવામાં સંદેહવાળા છે, તે પછી પ્રતિપક્ષને બળાત્કારે જિતને જયલક્ષમી કેવી રીતે પ્રાપ્ત કરી શકે? બખ્તર, કિલ્લે, આયુધ આદિ ધીર પુરુષના કાર્ય કરનારા છે. ધીરતા, સત્વ, પરાક્રમ વગરનાને તે તે આત્મવધ કરનારા થાય છે. પુરુષોને સ્વભાવ અને પિતાનું પરાક્રમ આવા પ્રકારનું હોય છે, માટે જે પરાક્રમ હોય તે પ્રહાર કર, નહિંતર ખસી જા.” એ સાંભળીને વીરકે વિચાર્યું કે, આનું વચન ઉત્તમ આશયવાળું છે, તે એને પૂછું કે–અહીં આવવાનું શું કારણ છે? તેમ જ તમે કોણ છો?' એમ વિચારી કહ્યું કે––હે મહાપુરુષ! આ તારા પરાક્રમથી હું ઘણે પ્રભાવિત થયે છું. તે તારા ક્રોધને શાંત કર અને યથાર્થ હકીકત કહે કે, “તું કે છે? કયા કારણે આ મહાઅટીમાં પ્રવેશ કર્યો છે?” એમ કહીને પલ્લિ પતિએ ધનુષ નીચે મૂકયું. વૃક્ષના છાયડામાં નીચે બેઠે. મેં પણ ધનુષ ઉતારીને તેની નજીકમાં આસન સ્વીકાર્યું. જે વૃત્તાન્ત બન્યું હતું, તે પ્રમાણે વીરને જણાવ્યું. તેણે પણ મારી પ્રશંસા કરીને કહ્યું કે, “તારે આ દુરાચારિણીની સાથે વાસ ન કરે. કારણ કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org