SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવીસ્તુતિ પદાર્થ વિ—હૈ જગદ્ગુરૂ ! સમાન નેત્ર-પાતથી વિભૂષિત ઢાવા છતાં વિષમ દૃષ્ટિપાતવાળું [ અથવા (સમતા યુક્ત) શ્રમણ-જનના વાદની શાભાથી મંડિત હોવા છતાં સમતા રહિત દર્શનેાના વાદવાળું ], દશ માર્ગાથી પ્રસિદ્ધ હેવા છતાં અનંત માર્ગાને પ્રસિદ્ધ કરનારૂં [ અથવા દશવૈકાલિકમાં પ્રગટ થયેલું હોવા છતાં અનંત માર્ગરૂપ નયવાદને પ્રકાશિત કરનારૂં], યુક્તિથી રહિત હૈાવા છતાં યુક્તિથી ગુરૂ, મદિરામય ( અર્થાત્ ઉન્મત્ત બનાવનારું) હોવા છતાં માહુના નાશ કરનારૂં તેમજ સારંગાની સંગતિવાળું હોવા છતાં સારંગથી રહિત એવું ( વિરાધમય ) તારૂં શાસન કેમ છે? ૫૮ પરિ—‘હે જગદ્ગુરૂ! શ્રમણ–જનાનાં વચનાથી વિભૂષિત, દુર્ગમ દૃષ્ટિવાદથી યુક્ત, દશવૈકાલિક વડે પ્રસિદ્ધ, અનંત માર્ગરૂપ નાને પ્રકટ કરનારૂં, નિયુક્તિ અને યુક્તિ [ અથવા નિર્યુક્તિની યુક્તિ ]થી ગુરૂ, બુદ્ધિ( શાળી )ને રમાડનારૂં ( અર્થાત્ આનન્દદાયક) [ અથવા સત્વર અભિષ્ટ ], મેહના નાશ કરનારૂં, ( આચારાંગ જેવા ) ઉત્તમ 'અંગાથી યુક્ત તથા ( આવું હેાવા છતાં) નિરભિમાની એવું તારૂં શાસન છે.”—૨૭–૨૮ સ્પષ્ટીકરણ પાઠાન્તર-વિચાર ‘જ્ઞયગુરુ મામય' ને બદલે પંડિતજીની આવૃત્તિમાં નદ ગુરુ મામણં પાઠ છે. વિરોધાત્મક અર્થ કરતી વેળા 'જ્ઞ'નો શો અર્થ કરવો તે પંડિતજીએ સૂચવ્યું નથી, મને પણ તેનો ભાસ થતો નથી. ખાકી પરિહારરૂપ અર્થ કરતાં તો નદ્દ અને ગુરુ પદો ભેગાં ગણી યતિઓ અને ગુરૂઓની બુદ્ધિને રમણ કરાવનારૂં એવો પંડિતજીએ સૂચવેલ અર્થે બંધબેસતો આવે છે. વળી સુક્ષ્મદ્દામવું નો અર્થ ગુરૂઢિરામય જે કરવામાં આવ્યો છે, તે ઠીક લાગતો નથી, કેમકે મવ શબ્દથી ગુરૂનો ભાવ આવી જાય છે એટલે વિશેષણની નિરર્થકતા સ્ફુરે છે, [ શ્રીધનાજી આવી પરિસ્થિતિમાં પાઠાન્તર આદરણીય જણાતું નથી, જોકે એકજ પ્રતિના આધારે અને તે પણ અવસૂરિ જેવી વ્યાખ્યાના પણ અભાવમાં પંડિતજીએ જે પાઠ સૂચવ્યો છે તેમાં તેમનો શો વાંક ? દૃષ્ટિવાદ— શ્રુતજ્ઞાન જ્ઞાનોના પાંચ પ્રકારો પૈકી એક છે. એને આમવચન, આગમ, ઉપદેશ, ઐતિહ્ન, આફ્રાય, પ્રવચન તેમજ જિનવચન પણ કહેવામાં આવે છે. આ શ્રુતજ્ઞાનના અંગમાહ્ય અને ૧ આનાં નામો માટે જીઓ સ્તુતિચતુર્વિશતિકા (પૃ૦ ૨૨). ૨ જુઓ તત્ત્વાર્થાધિગમસૂત્ર (અ. ૧. સૂ. ૨૦)નું ભાષ્ય (પૃ૦ ૮૮). ૩ આનો અર્થ નિગ્નલિખિત ગાથામાં નજરે પડે છેઃ—— Jain Education International "गणहरकयमंगकयं जं कय थेरेहिं बाहिरं तं तु । निययं वगपचिद्वं अणिययस्य बाहिरं भणियं ॥ " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy