________________
ચિત્ર ૩૩ : કર્મપ્રકૃતિ નામનું અધ્યયન ૩૩ મું આ ચિત્રના ત્રણ ભાગ છે. પહેલા ભાગમાં મધ્યભાગે પદ્માસનસ્થ જિનપ્રતિમા બિરાજમાન છે. જિનપ્રતિમાની બંને બાજુએ એકેક ભકત શ્રાવક બને હસ્તની અંજલિ જેડીને, પ્રભુસ્તુતિ કરતાં બેઠેલા છે.
બીજા (મધ્ય ) ભાગમાં સુંદર કમલાકૃતિની મધ્યમાં જિનપ્રતિમા બિરાજમાન છે. જિનપ્રતિમાની જમણી બાજુએ કાઉસગ્ગ મુદ્રાએ એક સાધુ ઊભેલા છે, અને ડાબી બાજુએ બીજા એક સાધુ પ્રવચન મુદ્રાએ જમણે હાથ રાખી બેઠેલા છે.
ત્રીજા ભાગમાં વ્યાખ્યાન પીઠ ઉપર બેઠેલા ગુરુ મહારાજ, સામે બંને હસ્તની અંજલિ જેડીને બેઠેલા બે સાધુઓને ધર્મોપદેશ આપતા દેખાય છે. ગુરુ અને સાધુઓની વચ્ચે સ્થાપનાચાર્યજી છે.
આ ચિત્ર પ્રસંગ કર્મપ્રકૃતિ નામના તેત્રીશમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
For Private & Personal Use Only
C
Jain Education
anesbrary.org