________________
અને આવા અનેક પ્રશ્નો ચર્ચાય છે. ને નવા નવા ઉપસ્થિત થતા જાય છે. કેમ કે એક તરફ બહા૨થી ધન ખૂબ આવે છે. દેશમાં ઉત્પન્ન થતું ધન અમુક જ તરફ ખેંચાઈ જાય છે. તેથી પ્રજાના મોટા ભાગના ધનનું શોષણ થતું રહેવાથી એક તરફ ગરીબી અને બેકારી વધારવાનો સકંજો વિદેશીઓ ગોઠવતા ગયા છે. તેથી ઘણા અજાણ ભાઈઓ, તેવા ભાઈઓ માટે ધાર્મિક ધન વપરાવા તરફ ઢળતા જાય છે. તેમ તેમ શોષણ વધતું જાય છે. આ પ્રત્યક્ષ પતન માટે અહીં અતિસંક્ષેપમાં કેટલાંક સામાન્ય નિર્દેશો કરેલા છે. છતાં, આ બાબતમાં વિશિષ્ટ જ્ઞાની મહાત્મા સંત પૂજ્ય ગુરુ મહારાજાઓ જે યોગ્યાયોગ્ય ફરમાવે, તેની સામે અમારે કાંઈ કહેવાનું નથી. પરંતુ કેટલાક બાળજીવો વગર વિચાર્યે એકાએક પોતાની મતિથી આડાઅવળા ન દોરવાઈ જાય, માટે “આ વિચારણીય બાબત છે, મનમાં ફાવે તેમ કરવાની બાબત નથી.” આ મહત્ત્વનો મુદ્દો ખ્યાલમાં રહે, માટે આટલું વિચારવામાં આવેલું છે.
– સંપાદક.]
ઃ ગાથા
૪, પેજ ૧૭ :
[તેથી ભાવાર્થ એ સમજાય છે, કે “એક ભાઈ પાસે દશ રૂપિયા છે. તે પોતાના આત્મકલ્યાણ માટે સુપાત્રક્ષેત્રમાં ધનનો ખર્ચ કરીને લાભ લેવા ઇચ્છે છે. તે પાંચ રૂપિયા દેવદ્રવ્યની ભક્તિમાં ખર્ચવા ઇચ્છે છે. બે રૂપિયા જ્ઞાનની ભક્તિમાં, બે રૂપિયા ગુરુની ભક્તિમાં અને એક રૂપિયો અનુકંપામાં ખર્ચવા ઇચ્છે છે.
-
૧૫૨
-
તેના ગજવાની રકમ તો એક જ છે. ત્યારે એકને દેવદ્રવ્ય કહેવું, બીજાને શાનદ્રવ્ય કહેવું, ત્રીજાને ગુરુદ્રવ્ય કહેવું, ચોથા ભાગને અનુકંપાદ્રવ્ય કહેવું એ શા આધારે ?
તેનો જવાબ એ છે કે ખર્ચનારની તે તે પ્રકારની જુદી જુદી પહેલેથી - સંકલ્પપૂર્વકની ઇચ્છા છે. માટે તે દશ રૂપિયા તે તે ક્ષેત્રના ઠરે છે. જુદા જુદા ક્ષેત્રની નિશ્રાના બની રહે છે. તેથી શ્રી જૈન શાસનની પેઢીને ચોપડે તે રકમ જુદાં જુદાં ક્ષેત્રોમાં જમા થાય છે. જુદી જુદી નિશ્રાની આ એક રીત.
Jain Education International
એ જ પ્રમાણે વાપરતી વખતે પણ તે જુદા જુદા ખાતામાં વાપરે છે, તે માટે તે જુદા જુદા ખાતાની ૨કમો ગણાય છે. દા. ત. નીચેના સુપાત્રક્ષેત્રની ૨કમ ઉપ૨ના સુપાત્રક્ષેત્રમાં વાપરી શકાતી હોવાથી, શ્રી સંઘની આજ્ઞાથી જ્ઞાનદ્રવ્ય દેવદ્રવ્યમાં વાપરી શકાય.એ જ પ્રમાણે ગુરુદ્રવ્ય, સાધારણદ્રવ્ય, (અનુકંપા અમારી કે જીવદયા ક્ષેત્રના ધન સિવાયનું ધર્મદ્રવ્ય પણ) ઉચ્ચ સુપાત્રોમાં વાપરી શકાય. એટલે નિશ્રાકાળે તે દ્રવ્ય, જ્ઞાનદ્રવ્યાદિ હતું, તે કાર્ય કાળે એટલે વાપરતી વખતે દેવદ્રવ્ય પણ બની રહે છે. તેથી એક જ રકમ જુદા જુદા ખાતાની ઠરી રહે છે, અને જુદી જુદી રીતે આજ્ઞાનુસાર તે વાપરી શકાય છે. તેથી નિશ્રાભેદ અને વિષયભેદ-એટલે વાપરવાના ભેદ-એમ બે ભેદ પડે છે.
એટલું સમજવાનું છે કે નિશ્રા અને વપરાશ બન્નેય ઉચિત રીતના હોવા જોઈએ. અને ઔચિત્યનો આધાર આજ્ઞા-શાસ્ત્રાજ્ઞા-ઉ૫૨ રહે છે. અનુચિત નિશ્રા કે અનુચિત વપરાશ ન કરી શકાય. તેમ કરવાનો આ વિશ્વમાં કોઈનેય અધિકાર નથી, ન હોઈ શકે.
For Private & Personal Use Only
www.jainelibrary.org