________________
૧૪૬
બહારથી ધન આવે, તેનાથી જીર્ણોદ્ધાર કરવો-કરાવવો. (બનતાં સુધી તો મુખ્યપણે પોતાના ધનથી કરવો.) સાધારણમાંથી પણ ખર્ચ ન કરવો. એટલે દેવદ્રવ્યાદિકમાંથી તો ખર્ચ કરવાની વાત જ શી ? ઋદ્ધિમતો પાસેથી ધન આવવું શક્ય ન હોય, તો સાધારણમાંથી લઈ, કરવો, તેથી પણ શક્ય ન હોય, તો દેવદ્રવ્ય વગેરેમાંથી ખર્ચ કરાય. પરંતુ યોગ્ય પ્રયત્ન કરીને જીર્ણોદ્ધાર કરવો-કરાવવો, પરંતુ તેની ઉપેક્ષા ન કરાય એ સાર સમજાય છે.
આ ધોરણ - દરેક ઘટતી બાબતોમાં કેમ ન ઘટાવી શકાય? એય વિચારવા જેવું છે.
વ્યક્તિગત - પૂજા - ભક્તિ, ઉત્સવ વગેરે કરાય છે, તેમ શ્રી સકળ સંઘ તરફથી પણ એ કરવાના હોય છે. તેમાં બે અપેક્ષા સમજી શકાય
૧. શ્રી સંઘ સ્વભક્તિ નિમિત્તે આચરે, તે અપેક્ષા.
૨. બીજી - શ્રી સંઘને શ્રી જૈન શાસનના વહીવટની જવાબદારી અને જોખમદારી સંભાળવાની હોવાથી, તે અપેક્ષાએ, જે કાંઈ કરવું પડે, તે અપેક્ષા. એક, બે ઘર હોય, શક્તિ ન હોય, સાધારણાદિક દ્રવ્ય ન હોય, છતાં-શ્રી પર્યુષણા મહાપર્વ, વર્ષગાંઠ વગેરે દિવસોમાં જમે નહીં, પણ તે દિવસે સાચવવાના પ્રભુના આંગી, પૂજા, વગેરે દેવદ્રવ્યમાંથી કરીને પણ તે દિવસ સાચવે, પૂજા માટેનાં ઉપકરણો આપી શકવાને ખરેખર અશક્ત હોય, તો દેવદ્રવ્યાદિકમાંથી વાપરીને પણ તે વિધિ સાચવી લે, તો તેવા સંજોગોમાં દોષપાત્ર ન બને એમ સમજાય છે. પરંતુ અંગત આત્મલાભ લેવામાં તો શ્રી સંઘ પણ દેવદ્રવ્યાદિકમાંથી કઈ અપેક્ષાએ વાપરી શકે ? દા. ત. ગુરુ પધારતાં સંઘે કરેલા ઓચ્છવમાં દેવદ્રવ્યો વપરાય?
અહીં, વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આજે બહારની યોજનાઓથી એક તરફથી ધન અને ધંધાનું શોષણ થતું હોય છે, અને બીજી તરફથી ક્ષણિક સમૃદ્ધિ વધારાતી હોય છે. પાછળથી જુદા જુદા વાદોને આગળ કરીને - તે પણ ઘટાડી નાંખવાની હોય છે. આ જાતની પ્રજામાં વધતી જતી વિષમ થતી આર્થિક પરિસ્થિતિના સંજોગોમાં - શો રસ્તો લેવો?
સસ્તુ તથા શક્ય હોવાથી આગળ ગામડાવાળાને પણ પહોંચી શકવાની શક્યતા હતી. આજે કેટલેક સ્થળે એ શક્યતા ઘટતી જાય છે. તે સ્થિતિમાં જો વ્યક્તિઓ તરફથી જરૂરી ખર્ચ માટે ધન ન મળે, સાધારણમાં પણ ન હોય, તો પ્રભુની ભક્તિનાં સાધનોનો ખર્ચ દેવદ્રવ્યમાંથી, એમ જ શ્રુતજ્ઞાનની ભક્તિ-જ્ઞાનદ્રવ્યમાંથી કેમ ન થાય? અને જો ન થાય, તો તે વિના વંચિત રહેવું પડે, એવી પરિસ્થિતિ આવી જાય.
આ પરિસ્થિતિથી ઉપસ્થિત થતા પ્રશ્નો હાલ ખાસ વિચારવા જેવા તો છે જ.
પરંતુ, પ્રરૂપણા તો શુદ્ધ જ કરવી જરૂરી ગણાય. શુદ્ધ પ્રરૂપણાને આધારે થોડુંક જ થાય, તોપણ થોડાથી સંતોષ માનીને મર્યાદાનું તો રક્ષણ થવું જ જોઈએ. મર્યાદાનો ભંગ થાય, તો તો અનવસ્થા દોષ પ્રાપ્ત થાય. અને બીજા આશાભંગાદિક મહા દોષો પ્રાપ્ત થવાનો માર્ગ ખુલ્લો થઈ જવાના ભયો રહે જ છે.
તેથી મર્યાદાનો એવી રીતે ભંગ ન થાય, કે જેથી બીજા ભયો ઉત્પન્ન થાય, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org