________________
તેથી-રત્નત્રયી (સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર)ના સાધક કોઈ પણ કાર્યમાં લગાડેલી મન-વચન-કાયાની પ્રવૃત્તિ શુભ અને શુદ્ધ પ્રવૃત્તિ ગણાય છે. તેથી હિંસા, અસત્ય વગેરે પણ જો પરંપરાએ-રત્નત્રયીનાં સાધક હોય, તો પણ તે ધર્મકૃત્ય હોય છે.
ગુરુવંદન કરવા જનાર ભક્ત પગે ચાલીને જાય તેથી હિંસા વગેરે દોષ અનિવાર્ય રીતે પાપ થતાં દેખાતાં હોય છે પરંતુ તે રત્નત્રયીનાં સાધક હોવાથી હિંસારૂપ નહીં પણ અહિંસા-ધર્મ-રૂપ બની રહે છે. આ રહસ્ય સમજવા જેવું છે.
એ જ કામો રાગદ્વેષપૂર્વક કરવામાં આવે, તો બહારથી હિંસારૂપ ન જણાવા છતાં, હિંસા વગેરે રૂપે ફળ આપતાં હોય છે. આ વિવેક જો સમજ પૂર્વક અથવા ગુરુ આજ્ઞાથી ન કરવામાં આવે, તો જૈન શાસનની પ્રાપ્તિ સફળ થતી નથી. આ કારણે-આજ્ઞા, વિધિ, યાતના, ભક્તિ, વગેરે પૂર્વક આત્મવીર્ય ફોરવીને કરવામાં આવે, તો અશુભના આશ્રવ રૂપ ન બનતાં, અનાશ્રવરૂપ, શુભ આશ્રવરૂપ, કર્મોના સંવરરૂપ, કર્મોની નિર્જરારૂપ, કર્મોની મહાનિર્જરારૂપ બની રહે છે. અને એ રીતે એ શ્રી તીર્થંકરનામકર્મના બંધના કારણરૂપ તથા મોક્ષના કારણરૂપ બની રહે છે.
જો આમ ન હોય તો અનુમોદવા લાયક મોક્ષની કોઈ ક્રિયા મળી શકશે નહી. ૬. ગ્રંથકર્તાની વિશિષ્ટ યોગ્યતા :
આ ગ્રંથના કર્તા-વાચક શ્રી લાવણ્યવિજયજીએ વિ૦ નં૦ ૧૭૪૪માં આ ગ્રંથની રચના કરી છે. દેવાદિકનાં દ્રવ્યો વિશેની સમજ આપવાનો વાયોલ્લાસ જણાઈ આવે છે, જેથી “તે બાબતમાં અવ્યવસ્થા ન પ્રવર્તે, અથવા અટકે.” આ પ્રબળ ભાવના જણાઈ આવે છે. ખૂબી એ છે, કે આમાં સ્વરચિત બહુ જ થોડી ગાથાઓ હશે.
મોટે ભાગે શ્રી આગમો, પંચાંગી, તથા પૂર્વના સુવિહિત આચાર્ય-મહારાજાઓના ગ્રંથો વગેરેની ગાથાઓનો સંગ્રહ કરીને ૭૧ ગાથામાં ગ્રંથની રચના કરી સપ્તતિકા નામ સાર્થક રાખ્યું છે. આ ઉપરથી સમજી શકાશે કે ગ્રંથરચના ભલે ૧૭૪૪માં થઈ છે, પરંતુ તેમાંનો વિષય પ્રાચીન છે. ગાથાઓનું મૂળ સ્થાન ક્યાં ક્યાં છે ? તે ઘણે ભાગે ગ્રંથકારશ્રીએ જ ઠામ ઠામ બતાવેલ છે. તેથી “આ દેવ-દ્રવ્યાદિકને લગતો વિચાર હાલમાં ૨૫૦-૩૦૦-૪૦૦ વર્ષો પૂરતો જ જૂનો છે” એમ ન સમજવું. અજ્ઞાન ભાવ ધરાવતા જીવો ગમે તેમ સમજે એ જુદી વાત છે. ખરી વાત એ પ્રમાણે નથી.
તેથી અજ્ઞાન ભાવ ધરાવતા સામાન્ય સમજના લોકો ગમે તેમ સમજે કે બોલે, તે અપ્રામાણિક વાતો તરફ લક્ષ્ય આપી શકાય નહીં. ૭. વિષયની ગંભીરતા:
ગ્રંથકારશ્રીએ આ વિષયનો અભ્યાસ ઘણો વખત ગાળીને કરેલો હોય એમ જણાઈ આવે છે અને દરેકે દરેક બાબતોની બહુ જ ચોકસાઈથી યોગ્ય નોંધ લીધી છે.
આ ગ્રંથનો વિષય ધાર્મિક મિલકતોને લગતો છે. કથા-વાર્તા કે તત્ત્વચર્ચાને
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org