________________
મંગળરૂપ છે. પરંતુ તેમાં મંગળપણું તો જૈનશાસનને લીધે જ આવતું હોય છે. તેથી સર્વ ધર્મોને જગતમાં ટકી રહેવામાં તે મુખ્ય કારણભૂત છે, ને સર્વના કલ્યાણનું કારણરૂપ થાય છે. શાસનનિરપેક્ષ—શાસનઆશા રહિત કરો તો ધર્મ પણ મંગળરૂપ ન હોય, શાસનનિરપેક્ષ થતા ધર્મથી બહારથી ધર્મ દેખાતો હોય, પરંતુ બહુ તો તે સ્વરૂપ ધર્મ સંભવી શકે, પરંતુ સાનુબંધ ધર્મ બની ન શકે, અને કેટલીક વાર તો અધર્મ રૂપે, વિરાધના રૂપે, પણ પરિણમે એવાં પણ શાસ્ત્રકાર મહારાજાઓનાં વચનો છે.
આ મૂળ બાબતો ખાસ સમજવા જેવી છે. જે નીચેના શ્લોકમાં સ્પષ્ટ રીતે બતાવેલ છે.
“સર્વમાતમાંગત્ત્વ, સર્વસ્થાળનારાં |
प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् ॥”
ભાવાર્થ :- “સર્વ મંગલોમાં મંગલપણા રૂપ જૈનશાસન વિજય પામે છે, કે જે સર્વના સર્વ કલ્યાણના કારણભૂત છે, અને સર્વ ધર્મશાસ્ત્રોમાં મુખ્ય શાસન રૂપ છે.”
Jain Education International
૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org