________________
પ્રસ્તાવના
“જિન સાક્ષાત્ સુરહ્રમઃ”
ભવાટવીમાં ભમતાં ભવ્યજીવો માટે જિનેશ્વર પરમાત્મા સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન છે. સંયમીના સંયમ માર્ગને વિશેષ અજવાળનાર અને અવિરતિધર ગૃહસ્થના ભવસંતાપને ભવસંતાપને હરનાર પરમાત્મભક્તિ અમોધ ઉપાય સમાન છે. દ્રવ્ય પૂજા અને ભાવપૂજામાં પ્રભુજીના અદ્ભુત ગુણોને આત્મસાત્ કરવાના હોય છે, તેમજ તેમાં સંપૂર્ણ વિધિનું પાલન અને જયણા ધર્મને સાચવવું પણ ખૂબ જરૂરી હોય છે. સહુ કોઈ સમજી શકે અને આદરી શકે, તેવી સરળ ભાષામાં વર્ણવવાનો યત્કિંચિત્ પ્રયત્ન કરેલ છે. ફક્ત બિંદુ સમા વર્ણનમાં સાગર સમાન પ્રભુભક્તિનો શેં સમાવેશ થઈ શકે ? છતાં બાળજીવોને નિત્યક્રમમાં જરૂર ઉપયોગી બનશે.
VI
Jain Education International or Private & Personal Use Only www.jainelibrary.org