________________
• પ્રભુજીનું મુખકમળ ઢંકાઈ જાય અથવા ભાવિકોને નવ-અંગે પૂજા કરવામાં અંતરાયભૂત બને, તેમ ફૂલો ચઢાવાય નહિ. કદાચ તે પ્રમાણે અયોગ્ય સ્થાને ચઢાવેલાં હોય તો કાઢીને ફરીવાર તે વખતે ચઢાવી શકાય. પણ ફરીવાર ચઢાવવા માટે સંગ્રહ ન કરાય. ફૂલો પોતાના શરીર-વસ્ત્ર કે પબાસન કે ભૂમિતલ કે અયોગ્ય સ્થાને સ્પર્શી ગયા હોય કે પડી ગયાં હોય તો તે પ્રભુજીને ચઢાવવાથી મહાન આશાતના લાગે. • ફૂલો ક્યારે પણ પ્લાસ્ટિકની કોથળીમાં કે છાપામાં કે રદ્દી કાગળમાં કે અન્ય અયોગ્ય સાધનમાં કે ડબ્બીની અંદર બંધ ન લવાય કે તે ન ચઢાવાય. ફૂલનાં પાંદડાં કે કેશર-ચંદન મિશ્રિત ચોખા પુષ્પપૂજા કેં કુસુમાંજલિ માટે ન ચાલે. (અપવાદ સિવાય) • ફૂલ મળવાની શક્યતા ઓછી હોય ત્યારે સોનારુપાના ફુલથી પુષ્પપૂજા આદિ થઈ શકે.
• પ્રભુજીને પુષ્પ એકાદ-બે ચઢાવવાના બદલે બે હાથના ખોબામાં પુષ્પો લઈને ચઢાવવાં જોઈએ. (કુસુમ = પુષ્પ; અંજલિ = ખોબો = કુસુમાંજલિ) મનમાં ભાવવા યોગ્ય અને પ્રભુજીથી યોગ્ય આંતરે
૬૩
•
પ્રભુજીની શોભા માટે પ્રભુજીને ન સ્પર્શે તેમ આગળ (શોભા માટે) ગોઠવી શકાય.
.
Jain Education Internationa For
sonal Use Only www.inelibrary.org