________________
(૨) અર્થ-આલંબન : સૂત્રોના અર્થ દયમાં વિચારવા તે. (૩) પ્રતિમા-આલંબન : જિન પ્રતિમા અથવા ભાવ અરિહંતના સ્વરુપનું આલંબન કરવું. મુદ્રા ત્રિક: (૧) યોગમુદ્રા : અંદરો અંદર આંગળીઓ જોડવી તે. (૨) જિનમુદ્રા : કાયોત્સર્ગની આકૃતિ તે. (૩) મુક્તાશુક્તિ મુદ્રા : મોતીની છીપના જેવી
આકૃતિ કરવી તે. ૧૦. પ્રણિધાન-ગિક :
(૧) ચૈત્યવંદન-પ્રણિધાન : “જાવંતિ ચેઈઆઈ” સૂત્રદ્વારા ચૈત્યોની સ્તવના કરવી તે. (૨) મુનિચંદન-પ્રણિધાન : “જાવંત કે વિ સાહુ’ સૂત્ર દ્વારા મુનિભગવંતો ને વંદના કરવી તે. (૩) પ્રભુ પ્રાર્થના - પ્રણિધાન : “જય વીસરાય” સુત્ર દ્વારા પ્રભુજીને પ્રાર્થના કરવી તે. નોંધ : મનની સ્થિરતા, વચનની સ્થિરતા અને કાયાની સ્થિરતા સ્વરુપ ત્રણ પ્રણિધાન પણ કહેવાય છે.
0
HE
Tી