________________
દેરાસરમાં પ્રભુજીની સેવા-પૂજા-દર્શન કરવા જતી વખતે પાંચ પ્રકારનો અભિગમ(વિનય) સાચવવો જોઈએ અને દશત્રિકનું પાલન કરવું જોઈએ.
પાંચ પ્રકારનો અભિગમ (વિનય)
૧. સચિત્ત ત્યાગ : પ્રભુભક્તિમાં ઉપયોગમાં ન આવે, તેવી ખાવા-પીવા આદિ સચિત્ત વસ્તુઓનો ત્યાગ. ૨. અચિત્ત અત્યાગ : નિર્જીવવસ્ત્ર-અલંકાર આદિ અને પ્રભુ ભક્તિમાં ઉપયોગી વસ્તુઓનો ત્યાગ ન કરવો. ૩. ઉત્તરાસન: બન્ને છેડા સહિતનું એક પડવાળો સુયોગ્ય-સ્વચ્છ ખેસ ધારણ કરવો.
૪. અંજલિ : પ્રભુજીના મુખના દર્શન થતાં બે હાથ મસ્તકે જોડીને અંજલિ કરવી.
૫. એકાગ્રતા : મનની એકાગ્રતા જાળવવી (મન એકાગ્ર હોય ત્યારે વચન-કાયા એકાગ્ર થઈ જ જાય).
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org