________________
મ. મૈ. ૮
શ્રી કુમારપાળ રાસ. પૃથિવી કાયમાંપો સહી, તિહાં મુઝ દેહની પ્રતિમા થઈ. જલનેજીવ હુઓ ભૂપાલ, નિહાં પ્રતિમાને હુઇ પખાલ; ૬૨ અથવાપાત્રતણુઈમુખિનીર, તે અનુમડું આપ શરીર; પુણ્યકાજ હુઇઅગ્નિકાય, તેહથી ધૂપ નવરને થાય. ૬૩ વાઉકાય વચ્ચે મુઝજત, તેહથી સાતા મુનિજન સંત; ચંપક જાય અને કેવડે, જીન મસ્તગિ ચઢતાં ગુણવડ. ૬૪ એ ભવિ ભમતાંવાર અનંત, ધર્મોપગરણ દેહનું હું; હું અનુદું તે પણિ સહી, ભલી ભાવના રાખું વલી. ૬૫ જીવઈ ભમતાં ચઉગતિ લહી, સબલ વેદના તિહાં પણ થઈ; અચ્છું વિચારી થિર મન કરઈ, એવી ભાવના હઈડઈ ધરઈ. ૬૬ આરાધના અણસણતૃપ ધરઇ, જેહથી શિવ ગતિ સુરગતિ વરઈ; ભૂપ ઓલખાઈ આતમ મરણ, ખિં મનિ નવકારજ સરણ. ૬૭ અડસઠ અક્ષરને નવકાર, એઠિ અક્ષર તિહાં લઘુ સાર; ભારે સાતને નવપદ લહું, આઠ સંપદા તેહની કહું. ૬૮ સાત પદે થઈ સંપદા સાત, આઠમ નવ પદની કહું વાત; બહુ પદ થઈ એક સંપદા, એ નકાર ગણો તુહ્મ સદા. ૬૮ ન કહિતાં નિર્મલ હોઈ આપ, ટાલઈ સાત સાગરનું પાપ; આખું પદ ઈછાઈ ગુણઈ, પચાસ સાગર પાતગ હણુઈ; ૭૦ આખે જે ભાઈ નવકાર, તેના પુણ્ય નણે નહી પાર; પંચ સહ્યાં સાગરનું કહું, પાતગ સહી તેણુઈ અપ હર્યું. ૭૧ વલી કેહ છઈ શ્રીનવકાર, દુખ ટાલઈ સુખ દીનરધાર; એસઈ સંસાર રૂપ ઉદધી, સુખ તરૂઅર તસ ફુલઈ વધી. ૭૨ એહ જગમાં શ્રીનવકાર, કામ કુંભ અમૃત પે સાર; કામ ગવિ ચિંતામણું સમે, શ્રીનવકાર સુરતરૂ અભિને. ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org