________________
મ. મા. ૮
શ્રી કુમારપાળ રાસ.
33
ફડીઆ, સાથરીઆ પસ્તા, રસીઆ બહું આલાપાઈ રાગ; ચોટું ટબ ભણતા ચારણ ભાટ, - ત્રિફલાઈ નાચઈ નટનાટ. ૧૦૫ વર્ણ અઢાર તણે તિહાં વાસ, કો કહઈની તિહાં ન કરઈ આસ; વિવહારી શુદ્ધિ સહુ પાલઈ ખરી, ન લીઈ કો કેહઇનું ધન હરી. ૧૦૬ રાજભૂવન નિંપાયાં તિહાં, બહુ રચના કીધી છઈ જહાં હયવર ગજની શાલા કરઇ, જતાં નરનારી ચિત્ત ઠરઈ ૧૦૭ આયુધ સાલા રથના ઠામ, લેખ સાલા તિહાં અભિરામ; કરઈ માંડવી રાય સુજાણ, વિવિધ વસ્ત તિહાં લાગઇ દાણ ૧૦૮
હાલ આખ્યાની. વાસુ પૂજ્ય જન પુણ્ય પ્રકાએ દેશી.
રાગ, આસાફરી સિંહાએ. સૂપ સકલાત નઈ ભયરવ મસરૂં, શાલૂ અતલસને નહિં પાર; ચીર, ચુનડી, મોલિ પીતાંબર, હીર ચીનીઉં સાર. ૧ હીંગ ભરી નઈ તરવું સીસું, સાકર નઈ સેપારી; મોટી માંડવી પાટણ કરી, આવઈ કુલ વ્યાપારી. ત્રાંબુ પિત્તલ રૂપુ સોનું, મુગતાલની જેડ; સબલ માંડવી પાટણ કરી, આવે કેની કેડિ. લવિંગ એલચી કપુર બરાસ, જાયફલ જાવંત્રી; દાંણ માંડવી મહાજન આપઈ, બઈઠા મહતિ મંત્રી. ૪ ખાંડ ટેપરા અભરખ પારૂ, સિંગડા નઈ કાખ; પાટણ માંડવીઈ બહુ આવઈ દાણ ટંકાના લાખ. ૫
ત્રપલીઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org