________________
. ૧૬૧૭થી ૧૯૨૪), સમવિમલસૂરિ (સં. ૧૯૧૫થી ૧૬૩૩), અને આપણું કવિ નયસુંદર છે. નયસુંદરના સમકાલીન તથા પશ્ચા ગામી શ્રાવકકવિ ઋષભદાસ કે જેની કૃતિઓ સં. ૧૬૬રથી તે ૧૬૮૭ સુધીની મળી આવે છે તે ઇ. સ. સત્તરમી સદીને પ્રબળ આધારભૂત કવિ છે કે જેના વિષે આ લેખકે સવિસ્તર લખેલે નિબંધ જન કોન્ફરન્સ હૈરઠના એતિહાસિક ખાસ અંકમાં પ્રસિદ્ધ થયું છે, અને જે લેખ સુરતની પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં મેલા હતા. એ
- ઉપરોક્ત કવિઓ પૈકી નયસુંદરના સમકાલીન જન કવિઓ ભાવરન (કૃતિ-કનક શ્રેષ્ઠીરાસ સં. ૧૯૩૦), ભીમ ભાવસાર (શ્રેણિકરાસ સં. ૧૯૨૧), પુણ્ય રત્ન (સનસ્કુમાર ૧૬૩૭ અને બીજે નેમિરાસ), કુશલલાભ (માધવાનલ ૧૬૧૬, ઢોલામારૂ ૧૬૧૭, તેજસાર ૧૬૨૪), સામવિમલસૂરિ (શ્રેણિકરાસ ૧૬૩૦, ધમ્બિલરાસ ૧૬૧૫, ક્ષુલ્લકકુમાર (૧૯૩૩), સુમતિકીર્તિ (ધર્મપરીક્ષા રાસ ૧૬૩૫), રત્નસાર (સાગર શ્રેષિકથા ૧૬૪૫), વિજયશેખર (યશોભદ્ર ૧૬૪૩), વચ્છરાજ (પંચતંત્ર ૧૬૪૮), વિધાકમલ (ભગવતી ગીતા), વિજયદેવ (નેમિનાથ ૧૬૫૭), નકુંદાચાર્ય (ક્રકશાસ્ત્ર ચેપઈ ૧૬૫૬) અને સમયસુંદર (૧૮૫૮– ૧૬૮૬ સુધીમાં અનેક કૃતિઓ કરનાર ) આદિ છે. આ સર્વ ટૂંકમાં જણાવેલું છે. જૈન ગૂર્જર કવિઓને સવિસ્તાર ઈતિહાસ લખવાની ઉત્કંઠા અને તૈયારી છે તેમાં બધી હકીકતે મૂકવામાં આવશે. હમણ આટલાથી પણ કેટલાક ખ્યાલ સારા પ્રમાણમાં આવી શકે તેમ છે.
શાંતિ સામ્રાજ્યમાં કાવ્યપ્રવાહ સતત અને વેગથી વહે અને - અશાંતિમાં સ્થભે એ કંઈ સાર્વત્રિક નિયમ નથી. અશાંતિમાં જે
અંતઃક્ષભ, જુસ્સો, શરીરની નાડીઓના અને ખાસ કરી હૃદયના તીવ્ર ધબકારા મનુષ્યને વ્યાપી રહે છે તે તેટલા અંશે શાંતિના સમયમાં નહિ વ્યાપે. ભાસનાં નાટકો જોઈશું તે રાજ્યમાં અનેક ઉપદ્રવ થયા, ઉપશમ્યા, જાગ્યા તેવા સમયમાં તે ઉદ્ભવ્યાં છે એમ દરેકની નાન્ડિ તપાસતાં જણાશે. જર્મન તત્વ નિજો યુદ્ધના મામલામાં કવિતાને જેસબંધ કુવારે ઉડે છે એવું માનનાર છે, તે કાવ્યને પ્રેરક શાંતિને સમય છે, અથવા અશાંતિ કાલ છે–એવા બંને વિષે વિચારવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org