SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બાકી હતી,-કેવી રીતે વનિતા હારી, કેવી રીતે દાસત્વ સ્વીકારવું થયું અને કેવું કષ્ટ પડયું એ રસભરી રીતે કહી સંભળાવ્યું. ભેગાભેગું રાજ અકેક નાગ ભક્ષણને સારૂ ગરૂડને આપવાની બેલી થઈ અને એક નાગને પ્રાણુ ઉગારવાને મુતવાહન નામના નામે કેવી રીતે પોતાના શરીરનું અર્પણ કર્યું તે કહ્યું. આવી હદયદ્રાવક કથા અને વાણુવડે નળ પીગળે અને એણે ધૃતક્રીડા છેડી દીધી. પણ દુર્વ્યસનની પીડા એમ સહજમાં ટાળી ટળતી નથી. કેટલેક કાળે નળે ફરી રમવા માંડયું; એકવાર એ પિતાનું સરવસ્વ હાર્યો. જેમાં જેમ હારતે ગયો તેમ તેમ એણે બહુ હઠીલાઈથી રમવા માડયું. છેવટે એણે દમયંતીની હાડ કરી. અરે દૈવ, આખરે એ પણ હાર્યો ! નળને પિતાનું રાજ્ય છોડીને જવાની આજ્ઞા થઈ! દમયંતીએ પોતાનાં બાળકો બાહુક નામના સેનાનીની સાથે વિદર્ભ મેકલ્યાં. નળરાજા. બળવાન હતે. મેટા રાક્ષસને વિદર્યો હતો તે કુબેરની શી વિશાત હતી કે એની પાસેથી બળે રાજ્ય છે. પણ વચન પાળનાર નળ સત્યની. ખાતર રાજ્ય છેડીને નિકળે. પિતે બળહીન થ નથી એ બતાવવા એક કેસના છ ભાગ જેટલે પેલો સ્તંભ એકલે ઉખાડી કાઢી, પાછો રોપી દીધે, અને દંપતી આગળ ચાલ્યાં. રસ્તે મળેલા ભીલની જોડે સંગ્રામ કરી તેમને નસાડ્યા. રથ વગેરે જેઈને વખતે બીજા લૂંટવા આવે અને દમયંતીને તકલીફ પડે ધારી રથ પડ્યો મૂકી. બન્ને જણાં પગે ચાલતાં આગળ ગયાં. આગળ ચાલતાં સેનાનાં કપાત નજરે પડયાં. તેમને વેચીને ધન મેળવીશું ધારી તેના ઉપર પિતાનું ઉત્તરીય નાંખ્યું. વસ્ત્ર લઈને પંખી ઉડી ગયાં. રસ્તે ચાલતાં દમયંતીએ પિતાને પિયર જવાની વિનંતિ કરી. તેને ખૂશ રાખવા નળે હા કહી. એટલામાં રાત્રિ પડતાં અંધકાર ફેલાઈ ગયો અને એક વિશાળ સરેવર આવ્યું. પાણી પીને ત્યાં જ સુઈ રહીશું, ધારી ત્યાં રહી ગયાં. રાત્રિના અંધકારમાં નળના મનમાં તુરંગ આવે છે કે દમયંતી ન હોય તે મને એકલાને અડચણ પડે નહિ. સ્ત્રીની રક્ષા કરવી અને પિતાને, નિર્વાહ કરે એ બે વાનાં એને અશક્ય ભાસ્યાં. વળી જરૂર પડયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy