________________
(૧)
શબ્દોને દેખાડ કરે જેથી એમ સ્પષ્ટ સમજી શકાય કે ગુજરાતી ભાષાને અને દેશી પ્રાકૃતને કેટલી ગાઢી સગાઈ છે. જેવી રીતિએ દેશ્ય પ્રાકૃત સંબંધ આપણું ભાષા સાથે છે તે જ પ્રકારે સંસ્કૃતસમ કે સંસ્કૃતભવ પ્રાકૃતને પણ આપણી ભાષા સાથે સંબંધ છે. માટે હવે તે સંબંધે પણ કાંઈ લખ્યું છે તે સ્થાને છે. જે શબ્દનું રૂપ સંસ્કૃત અને પ્રાકૃતમાં સરખું હેય તે શબ્દો સંસ્કૃતસમ કે સંસ્કૃતસમપ્રાકૃત કહેવાય. જેમકે, “સંસારાવાનાના આ પાદમાંના દરેક શબ્દનું રૂપ સંસ્કૃત અને પ્રાકૃતમાં સરખું જ છે. આ સંસ્કૃતસમપ્રાકૃતનું વ્યાકરણ ઘડાયું નથી. કારણ કે, તેને આધાર સંસ્કૃતના વ્યાકરણ ઉપરજ છે– તેની બધી વ્યવસ્થા લગભગ સંસ્કૃત જેવી જ છે. આ સંસ્કૃતસમપ્રાકૃતિને કોઈ આ ગ્રંથ મેં જોયો નથી, પણ કેટલાક પ્રાચીન કવિ મહાશયનાં માત્ર સ્તુત્યાત્મક કાર્યો આ સંસ્કૃતસમપ્રાકૃતમાં નિબંધાયાં છે એમ હું જાણું છું. સંસ્કૃતભવપ્રાકૃતના બે વિભાગ છે–એક તો સંસ્કૃત શબ્દના થોડા ફેરફાર સાથે પ્રાકૃત રૂપાંતર અને બીજું સંસ્કૃત શબ્દના સર્વથા ફેરફાર સાથે પ્રાકૃત પાંતર. જેમકે, સંસ્કૃત “હસ્તી' શબ્દ ઉપરથી “હથી” એવું પ્રાકૃત રૂપાંતર થાય છે. તે તે શબ્દ સંસ્કૃતથી પ્રાકૃતમાં આવેલ કહેવાય અને સંસ્કૃત “ક્ષિત” શબ્દ ઉપરથી છૂઢ” એવું પ્રક્ત રૂપાંતર થાય છે માટે તે શબ્દ સંસ્કૃત શબ્દના સ્થાનમાં થયો કહેવાય અર્થાત્ સંસ્કૃતભાવ પ્રાકૃત સંસ્કૃતથી આવેલું છે અને સંસ્કૃતને સ્થાને પણ થએલું છે. આ સંસ્કૃતભવ પ્રાકૃત સાથે પણ આપણું ભાષા ઘણી જોડાએલી છે તે સંબંધે તે માત્ર ચાર પાંચ ઉદાહરણો આપવા ૧. સંત,
ગૂજરાતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org