________________
( ૩૦ )
સંક્ષિપ્ત પરિચય છે. તે ગ્રંથકારે તે કાળે ચાલતી ભાષાને પ્રાપ્ત (ભાષા) તરીકે ગણું છે. જો કે તે પોતે તપાસતાં આપણને તે એમ નક્કી ભાસે કે તે ગૂજરાતી ભાષા હેવી જોઈએ. પણ ગ્રંથકારે તેને પ્રાકૃત (ભાષા) નું નામ આપ્યું છે તેથી એવું અનુમાન બંધાય છે કે, તે કાળે પણ “ગુજરાતી ભાષા” એ નામ પ્રખ્યાત હશે કે કેમ? કારણ કે, જે તે કાળે “ગૂજરાતી ભાષા એ નામ પ્રખ્યાત હોત તે ગ્રંથકાર મહાશયને તે ભાષાને માટે પ્રાકૃત' શબ્દનો પ્રયોગ કરવાની જરૂર રહેત નહીં. અસ્તુ. આપણું ચચસ્થળ એ જ છે કે, “ઉત્પન્ન થવા પૂર્વે મૂળ પદાર્થ કઈ સ્થિતિમાં હતો ? અહીં ગુજરાતી ભાષાને મેં મૂળ પદાર્થ તરીકે કલ્પી છે. હવે આપણે એ સંબંધે છેડે વિચાર કરો ઘટે છે. જૈન દર્શન અને નવીન યુગની માન્યતા પ્રમાણે સૃષ્ટિચક્ર અનાદિ કાળથી ભમ્યા જ કરે છે. અને એ જ પ્રમાણે અનંતકાળ સુધી તે ચક્ર ભમ્યા જ કરશે. પરંતુ સૃષ્ટિચક્રને સમૂળનાશ-મહાપ્રલય-થઈ શકતું જ નથી. માત્ર પ્રાકૃતિક નિયમ પ્રમાણે જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ, વન હેય ત્યાં જન અને જન હોય ત્યાં વન થયા કરે છે. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ અનાદિનું છે ત્યારે ત્યાં વસેલી પ્રજા પણ અનાદિની જ હોઈ શકે અર્થાત્ જગતમાં નરપ્રજા કે પશુપ્રજાનો વસવાટ અનાદિનો છે. અને જ્યારે પ્રજાને વસવાટ અનાદિનો હોય ત્યારે તેઓની બોલવાની ક્રિયા પણ અનાદિની સંભવે અને જેમ જેમ પ્રજા બદલાયા કરે-નવા નવા રંગે ધારણ કરે, તેમ તેમ તેઓની ભાષા પણ બદલાય અને તેમાં પણ નવ નવાં મિશ્રણ થયાં કરે છે. ભૂતકાળના ઉંડાણ તરફ નજર નાખતાં આંખે અંધારા આવે છે. માટે તે સંબંધી લખાણથી વિરમી બહુ દૂરનું નહીં પણ આપણું આસપાસનું ભાષાવિષયક વાતાવરણ તપાસવાથી આપણને કોઇને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org