________________
૧૮
તેને શોક શમાવવાને માટે આચાર્ય ધવસેન રાજા અને ચતુવિધસંઘ સમક્ષ કલ્પસૂત્રની વાચના કરી, તે. અદ્યાપિ પર્યત ચતુર્વિધ સંઘસમક્ષ પર્યુષણમાં થયા કરે છે. કલ્પ સૂત્રની વાચનાને બનાવ ધનેશ્વરસૂરિના સૈકામાં થયે હતો. પૂર્વે ત્રણ મહાન કાર્યો અને આથું કલ્પસૂત્રની વાચનારૂપી મહાન કાય એ ચાર કાર્ય શ્રીધનેશ્વરસૂરિના સૈકામાં થયાં. ધનેશ્વરસૂરિના સમયમાં ઉજયિની (માળવાદેશ)માં જેન પરમારનું, સિરાષ્ટ્રમાં જૈન શિલાદિત્યનું, ચાહાલદેશના પંચાસર નગરમાં જેનરાજાનું, ગુજરાતમાં જેનરાજા ધ્રુવસેનનું અને મારવાડના ભિન્નમાલ નગરમાં જૈન રાજાનું રાજ્ય હતું એમ કેટલીક હકીકતોથી સિદ્ધ થાય છે.
ફાર્બસ રાસમાળામાં શિલાદિત્યની ઉત્પત્તિ
મલવાદીની બે પર જીત અને વલ્લભીના ભંગ સંબંધી ફા.રા.માં નીચે પ્રમાણે ઉલ્લેખ છે તેને અત્રે ઉલ્લેખ કરવામાં આવે છે–ગુજરાતમાં ખેડા નામના મોટા નગરમાં દેવાદિત્ય નામને વેદપારંગત બ્રાહ્મણ રહેતું હતું. તેને સુભગાનામે બાળવિધવા પુત્રી હતી, તે નિત્ય સવાર બપોર અને સાંજે સૂર્યને દુર્વા પુષ્પ અને પાણીના અર્થ આપતી હતી. આ બાળવિધવાનું સ્વરૂપ જોઈને સૂર્યદેવને ઘણુ આશ્ચર્ય લાગ્યું તેથી મનુષ્યને દેહ ધારણ કરીને તેને ભેગવવા પૃથ્વી પર આવ્યા. આથી તેને ગર્ભ રહ્યા. સુભગાએ પિતાના કુલને લાંછન લગાડયું તેથી તેનાં માબાપ કેપ્યાં અને તેને ઘરમાંથી કાઢી મૂકી. તે પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org