________________
(મુખ
તે તે પ્રદેશમાં લખાતી થઈ ત્યારે, ગુજરાતી ગદ્યની અંદર રસની ખામી રહી તેથી શ્રોતાઓને રસઉત્પન્ન કરી નીતિને રસ્તે જોડે આનંદ આપનારા, તથા મ ની ખ્યાતિ કાયમ રાખનારા પઘકથાબંધ ગૂજરાતી ગ્રંથને રાસા તરીકે કહ્યા હોય, તેમ અવાધાય છે.
જ્યારે પૂર્વ સંસ્કૃતભપા સજીવની ભાષા તરીકે કામ કરતી હતી ત્યારે તે વખતે જૈન કવિઓએ તે ભાષામાં પણ અખલિતપણે પુસ્તકોને-સાહિત્યને સારે જમાવ કરી ધર્મ અને સમાજસેવા બજાવી હતી.આ વાત આ વર્ષે શ્રીમન્તના વડોદરામાં તથા પહેલાના વર્ષોમાં અન્ય સ્થલે ગૂર્જર સાહિત્યસભામાં જાહેર થયેલા સાક્ષરોના અભિપ્રાયથી પણું સ્પષ્ટ છે.–પરન્તુ જ્યારે પછીના યુગમાં જનસમાજમાંથી સંસ્કૃતપ્રાકૃતભાષાની ઓછાશ થતી ગઈ અને તે સ્થાન જ્યારે ગુજર્જરભાષાએ લીધું, (આશરે ૧૨ મા ૧૩ મા શતકમાં) ત્યારે તે ભાષામાં પણ જૈન કવિઓ જેનોપદેશને માટે ગ્રન્થન કરવા લાગ્યા. ગૂર્જરભપાનું આવું ગ્રન્થભડળ જેકે સંવત ૧૦૦૦ પૂર્વેનું તો નથી જ. પણ અત્યારે હાથ લાગેલમાંથી જૂનામાં જૂનું ૧૩ મા સિકાનું તો છેજ. આવા પ્રકારનું ગુજરાતી સાહિત્ય જનપંડિતેરા બે પ્રકારથી ગુંથાયેલું જોવામાં આવે છે. એક તો “ગદ્યરૂપ”(ગ્ર તથા સુત્રોના બાળાબે) અને બીજું “પદ્યરૂપ. (પણ ત્રીજા–“ચપૂરૂપમાં” ગજરાતી જૈનસાહિત્ય વિશેષ હેય, તેવું, હજુસુધી દષ્ટિગત થયું નથી) આવા બે પ્રકારનું ગરીસાહિત્ય વિક્રમના તેરમાં સૈકાથી આજ સુધી તે તે સમયની ચાલુ ભાષાઓમાં જૈન કવિઓને હાથે અવિન્નિધારારૂપ રચાયેલું છે.
1-અમારા એક મિત્ર તરફથી સૂચવવામાં આવ્યું છે કે –“ વચ્ચે પાલી પ્રાકૃતમાં ગ્રન્થ થયેલા તે વાત જણાવવા જેવી છે” પરંતુ તે ગ્ર જૈનધર્મને નહિ પણ બૌદ્ધધર્મને ઉપયોગી હોવાથી તે વિશે અત્રે કાંઈ કહેવું તે અમને પેચ લાગ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org