________________
પ્રકાશકીય નિવેદન
સકળ શ્રીસંઘના કરકમલમાં ષોડશક પ્રકરણના બન્ને ભાગની બીજી આવૃતિ પ્રકાશિત કરતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ.
સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિવિરચિત ષોડશક પ્રકરણ ઉપર મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે રચેલ યોગદીપિકાવૃત્તિ અને તેના ઉપર મુનિશ્રી યોવિજયજીએ રચેલ કલ્યાણકંદલી ટીકા તથા રતિદાયિની ગુજરાતી વ્યાખ્યાથી યુક્ત પ્રસ્તુત ગ્રન્થરત્નના દ્વિતીય ભાગમાં પૂજા, સદનુષ્ઠાન, જ્ઞાન, દીક્ષા, ધ્યાન વગેરે અનેક વિષયોની વિશદ છણાવટ કરવામાં આવી છે.
પૂજ્યપાદ વર્ધમાનતોનિધિ ન્યાયવિશારદ સંઘહિતચિંતક સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની દિવ્યકૃપાથી અને પરમપૂજ્ય સિદ્ધાન્તદિવાકર શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય જર્દોષસૂરીશ્વરજી મ.સા.ની પાવન પ્રેરણાથી અમારા ટ્રસ્ટને શાસ્ત્રીય પ્રકાશનોનો અપૂર્વ લાભ મળે છે. તે બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ - મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલ આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ ખલાસ થતાં દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત કરવાની અમને સંમતિ આપવા બદલ શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘનો અમે આભાર માનીએ છે. ષોડશક પ્રકરણ ભાગ-૧ અને ભાગ-ર બન્નેની દ્વિતીય આવૃત્તિ એકીસાથે પ્રકાશિત કરવાનો અમૂલ્ય લાભ અમારા દિવ્યદર્શન ટ્રસ્ટને મળેલ છે તેનો અમને અત્યંત હર્ષ છે. પૂજ્યોની કૃપાથી-પ્રેરણાથી આવા શાસ્ત્રીય પ્રકાશો દ્વારા શ્રુતભક્તિનો લાભ અમને મળતો રહે તેવી પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ.
પ્રાન્ત અધિકૃત વાચકવર્ગ પ્રસ્તુત પ્રકાશનના માધ્યમથી મુક્તિમાર્ગે ઝડપથી આગળ વધે એ જ એક મંગલકામના.
દ્વિ.આ.સુ.૧
વિ.સં.૨૦૫૭
Jain Education International
3 षोडशकप्रकरणं
સંપૂર્ણ આર્થિક સહયોગદાતા
શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર સંઘ-પાલડી,
અમદાવાદ-૭,
感 દિવ્યદર્શન ટ્રસ્ટ વતી,
કુમારપાળ વિ. શાહ
આ પુસ્તક જ્ઞાનદ્રવ્ય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ હોવાથી ગૃહસ્થોએ જ્ઞાનખાતામાં રકમ ભરીને પોતાની માલિકીમાં રાખવું.
For Private & Personal Use Only
www.jainelibrary.org