________________
સૂત્ર બોલવાની મર્યાદાની સાથે આસન મુદ્રા વિગેરે પણ જાળવવાના છે. વંદન સમયે ૧૭ સંડાસા અને ૨૫ આવશ્યકનું ધ્યાન રાખવાનું છે. તેથી મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય. આત્મશુદ્ધિ વિશેષ થાય. સાથે-સાથે પદ્ધતિ-મર્યાદાપૂર્વક વંદનથી આંતરડા પણ સારા થઈ જાય. પછી ડોકટર પાસે જવું જ ન પડે.
આ વંદન; વાયુ, પિત્ત અને કફની વિક્રિયાને (“ઇક્વીલેશન'') બરાબર કરી નાખે છે. આથી શારીરિક સ્વસ્થતા પણ સચવાઇ રહે છે.
વિંદનના બીજા ત્રણ આવર્તમાં ''’’ ઉદાત સ્વર ''તા’’ મધ્યમ સ્વરે "મે’ નીચા સ્વરે બોલવાનું છે.
એજ રીતે “” “વ” “જી” અને M” “” “” પદો પણ ઉદાત્ત સ્વરિત અને અનુદાત્ત (નીચા) સ્વરે બોલવાના છે. અને આવર્ત લેવાના છે.
આવર્તની પ્રક્રિયા એ તો ગુરુતત્વ નો રાગ પ્રગટ કરવાની પ્રક્રિયા છે.
ગુરુ અનુકૂળતા પ્રમાણે સાચવે તો ગુરુ ગમે છે. પણ ગુરુ તત્ત્વગમે છે કે નહિ ? તેનો ખ્યાલ પ્રતિકૂળતામાં જ આવે. ગુરૂ કાંઈ કહે ત્યારે ટક-ટક તેને જ લાગે કે જેને ગુરુતત્ત્વ જ ગમતું નથી.
વીતરાગ સિવાય વ્યક્તિપૂજા જિનશાસનમાં છે જ નહીં. આજે કાળના પ્રભાવે ગુરૂપાદુકાને બદલે ગુરુમૂર્તિ થવા લાગી છે; અને તે પણ દહેરાસરમાં પધરાવે દેવદ્રવ્યની જગ્યામાં પધરાવે. દેરાસરની વાળા કૂંચી-ચંદન વિગેરે દેવ-દ્રવ્યના છે. એ ગુરુમાં વપરાય નહીં. ભંડારનું દ્રવ્ય ઉચ્ચકોટીનું દ્રવ્ય છે. સાધારણના પણ દેવ દ્રવ્યને (વિકા સાધારણને) ગુરુતત્ત્વની પૂજામાં લેવાય જ કેમ ?
શાસ્ત્રમાં ગુરુપૂજા ક્યાંય નથી. વંદનમાં આવર્ત છે. એ ગુરુતત્ત્વની ભક્તિ છે. મોહનીયના ઉદયને ઘટાડનાર ભગવંતની આજ્ઞાની પ્રેરણા આપનાર છે. માટે આવર્ત દ્વારા બહુમાન વ્યક્ત કરવાનું છે.
ગુરુને અંગ પૂજાદિ ન થાય વિનય પ્રતિપત્તિ, બહુમાન, અભ્યત્થાન વિગેરે કરી શકાય. તે જ ગુરુપૂજા છે. વંદન દ્વારા થતી ગુરુપૂજામાં પણ મર્યાદા સાચવવાની છે. જે આપણે આગળ વિચારશું.
વાચના-૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org