SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મુહપત્તિનું પડિલેહણ એ આત્માને પ્રભુના શાસનમાં સ્થિર કરવાની ક્રિયા છે. મુહપત્તિએ શાસનનું પ્રતિક છે. મુહપત્તિનું મૂળનામ “મુખપત્તિકા' સંસ્કૃતમાં થાય. દરેક ઉપકરણમાં મુહપત્તિ સૌથી નાની છે. તે એક વેત અને ચાર આંગળ પ્રમાણ જોઇએ. ઉપયોગની જાગૃતિ માટે મુહપત્તિ છે. બોલવાનો પ્રસંગ આવે ત્યારે જયણા પૂર્વક બોલવાની પરમાત્માની આજ્ઞા છે. આપણા ભાષાવર્ગણાના પુદ્ગલો છોડવામાં અજયણા ન થાય, સંપાતિક જીવો ન હણાય તે માટે તથા પ્રભુની આજ્ઞાના પાલન માટે મુહપત્તિ નો ઉપયોગ છે. મુરવારે પોતિ તિ મુE૫ત્તિ (મધ્યમ પદ લોપી સમાસ છે.) મુખ આગળ ધરવાની છે. મુહપત્તિ મોઢા આગળ રાખે તો જ તે જયણાનું અંગ બને. મોઢે બાંધી રાખે તે જયણાનું અંગ નથી. પ્ર. ભગવાનને મુહપત્તિ કેમ નહિ ? જ. પ્રભુનો કલ્પ એવો છે માટે ઓધો મુહપત્તિ ન હોય. વળી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પ્રભુને બોલવાનું જ નથી. અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી દોષો જ નથી. માટે તીર્થંકર પ્રભુને મુહપત્તિની જરૂર નથી. વળી, જગતમાં તીર્થકરો કોઇની હરોળમાં ન જ આવે. અંદર-અંદર એમની સરખામણી થાય. બાકી એઓ અસાધારણ છે. ઇતિહાસમાં રામ-રાવણના યુધ્ધને 'ગનજ્વા’’ કહેવાય, તેની કોઇની સાથે સરખામણી ન જ થાય. તેમ પ્રભુ લોકોત્તર છે, એમનું અનુકરણ આપણાથી ન જ થાય. પ્ર. મુહપત્તિનું પડિલેહણ વારંવાર શા માટે ? જ. આપણે મુહપત્તિનો ઉપયોગ રાખવાનો છે. તે માટે જાગૃતિ રાખવાની છે. ઉપયોગએ મોહનીય કર્મના સંસ્કારો ઘટાડે છે. મુહપત્તિના પડિલેહણમાં આત્મ નિરિક્ષણ થાય છે. આથી આપણું કર્તવ્ય અને દોષોનું ભાન થાય છે. આ આત્માના દોષો દૂર કરવા માટે વારંવાર મુહપત્તિનું પડિલેહણ કરવાનું છે. પ્ર. પડિલેહણ એટલે ? જ. પડિલેહણ ને સંસ્કૃતમાં પ્રતિન્નેવન કહેવાય. પ્રતિ + નૈરવન પ્રતિ = સામે લખેલું સામુ રાખવુ તે પ્રતિલેખન' મુહપત્તિના પડિલેહણના ન્હાનાથી પરમાત્માની આજ્ઞાને સામે રાખવાની છે. ૫૦ બોલમાં હેય વાચના-૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy