SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જાય તે પાપ...અર્થાત્ આંજ્ઞાની ઉપેક્ષા, અજ્ઞાન વિગેરે પાપ છે. પાપ બે પ્રકારે છે (૧) વૃત્તિ પાપ (૨) પ્રવૃત્તિ પાપ. અધ્યવસાયમાં પાપ જાગે, મિથ્યાત્વ મોહનીયનો ઉદય જાગે કે જિનાજ્ઞા વિરુદ્ધ કરવાની ઇચ્છા થાય તે વૃત્તિ પાપ છે. અને પાપ કરે તે પ્રવૃત્તિ પાપ છે. ખરેખર સંસારમાં રખડાવનાર વૃત્તિ પાપ છે. કેમકે આત્માને નિર્ધ્વસ પરિણામ કરાવનાર જ વૃત્તિ પાપ છે. . કાચા-સચિત્ત પાણીને સ્પર્શ પણ નહીં કરનારો સંયમી વિધિપૂર્વક નદી ઉતરે, તેમાં એક બિંદુમાં જે જીવો છે તે પારેવાનું રુપ કરે તો, ૩૬૦૦ માઇલ નો એક યોજન એવા એક લાખ યોજનના વ્યાસવાળા જંબુદ્રીપમાં પણ સમાય નહીં. તો નદીના પાણીમાં કેટલા જીવો ? વંટોળાદિ આવે તો સાધુ કામળી ઓઢીને બેસે, અન્યથા વાયુકાયની વિરાધના થાય, કિલામણા થાય, એવી વૃત્તિવાળો તેવો સાધુ નદી ઉતરે તો પણ કેટલી જયણા પૂર્વક નદી ઉતરે ? ``માં પાયં ખતે વિધ્વા’’ ``માં પાયં યતે વિન્ધ્યા’’ એક યોજન પ્રમાણ નદી ઉતરે તેમાં ૧ પગ કોરો થાય પછી જ પગ મૂકે એમ પરમાત્માની આજ્ઞા છે. પ્રવૃત્તિમાં વિરાધના દેખાય છે. પણ અહીં વૃત્તિમાં વિરાધના નથી. સાગરજી મ.ના ગુરૂ ઝવેરસાગરજી મ. તેમના ગુરૂ ગૌતમસાગરજી મ. તે ગૌતમ સાગરજી મ.સા. ના દાદાગુરુ નેમસાગરજી મ.સા. ૧૪૦ વર્ષ પૂર્વે થઇ ગયા. વયોવૃધ્ધ હોવા છતાં તેમને પાંચ વિગઇનો ત્યાગ. ઓશીકું હાથનું જ કરે. આખું જીવન એવું જીવેલા કે વૃદ્ધત્વમાં સંસ્કાર પ્રમાણે સંયમ જીવન ચાલ્યા કરે. તેઓ અમદાવાદમાં સૂરજમલ શેઠનું ડહેલું હતું તેમાં રહેતા હતા. ઉપર હોલ હોય નીચેથી વાહનો પસાર થાય તેને ડહેલું કહેવાય. તેઓ સાબરમતીના કિનારે સ્પંડિલ જવા સવારે ૭।। વાગે નીકળે અને ૯ ।। વાગે પાછા આવતા. ૧૧ વાગ્યા સુધી વ્યાખ્યાન આપતા, ૧૨ વાગે ગોચરીએ જતા. બપોરે આગમની વાચના આપતા. એમની જીવનચર્યામાં નોંધ છે કે ૪૦ મિનિટ સાબરમતી નદી ઉતરતાં થતી. સ્થંડિલના ભાંગા ૧૦૨૪ થાય તેની વાચના-૨૯ Jain Education International For Private & Personal Use Only ४ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy