SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે. પ્રતિક્રમણના માધ્યમે આપણી જાતને આત્મભાવમાં પાછી વાળવાની છે. વિભાવ દશાને દૂર કરવી. તે જ દંડકનું કાર્ય છે. નમુત્થણનું બીજુનામ પ્રણિપાત દંડક છે. જેના દ્વારા મોહનીયનું મૂળ ખવાઇ જાય, હચમચી જાય તે દંડક. પ્રણિપાત એટલે ? પ્ર- પ્રકર્ષ કરી. નિ- નિશ્ચયે કરી, પતિ-પરમાત્માના ચરણોમાં પડી જવું...તે પ્રણિપાત. પરમાત્માની ગુણ સંપદાનો મૂળ પરિચય આ પ્રણિપાત દંડકમાં છે. એનાથી મોહનીયના ફુરચા ઉડી જાય. આથી એને દંડક કહેવાય છે. આત્મા જે સ્થાનોમાં દંડાય છે કર્મબંધ કરે છે તેને પણ દંડક કહેવાય છે. પણ; પૂર્વ પુરૂષોના વચનને આર્ષવચન માની તેનો અર્થ સંગત કરવો. સવૅસ્સવ રંગો ચેવ’’ જણાવી “સવ્યસ્તવિ રાઇય' સૂત્ર બોલવાનું જણાવે છે. (૧) પ્રતિક્રમણની આલોચના માટેના સૂત્રોમાં આ બીજભૂત સૂત્ર છે. (૨) અતિચાર આલોચના નો જે વિસ્તાર છે તેનું બીજ આ “સત્વસ્સવિ' સૂત્ર છે. બીજ વિના વૃક્ષ ન થાય, બીજમાંથી જ વૃક્ષ બને તેમ આ સૂત્રમાંથી સમગ્ર પ્રતિક્રમણ થાય છે. જે મોહનું ઝેર ઉતારવા માટે મહાપ્રભાવશાળી સૂત્ર છે. મોહનું ઝેર એતો વિંછીના ઝેર જેવું છે. વિંછીનું ઝેર ઓછું હોય પણ તેની ઉગ્રતા ખરી. સર્પનું ઝેર તેનાથી ઓછું પણ અતિ ઉગ્ર હોય, આથી તે વિષ લોહી દ્વારા મગજમાં જાય ને માણસ ખતમ થાય. જ્યારે વિંછીના ઝેરથી માણસ ખતમ ન થાય પણ જેમ આગના તણખાં બાળે; તેમ વિંછીનું ઝેર માણસને બાળે છે. વિછીના ઝેરને ઉતારનાર એ ઝેરને ડંખના ભાગે લાવે, પછી ચુસી લે. એના પરમાણું ઓછા હોય પણ જલદ હોય છે. સર્પના પરમાણું વધારે પણ અતિ જલદ હોય. આમ સાપના ઝેર કરતાં વીંછીનું ઝેર વધુ ખતરનાક હોય. તે મારે નહિ પણ હેરાન પરેશાન કરી મુકે. તેમ મોહનીય રુપી વિંછીનું ઝેર રોમે-રોમે આત્માના પ્રદેશ-પ્રદેશ ફેલાયેલું છે. તે આ સૂત્ર દ્વારા ઓછું થાય. સવસવિ સૂત્ર” દંડક છે. એનાથી મોહનીયનું ઝેર નાશ થાય. જો કે પ્રભુશાસનમાં બધા જ સૂત્રો મોહના ઝેરને નાશ કરનાર છે. પણ અમુક સૂત્રથી શીધ્ર વિષ વાચના-૨૯ દ છે. '', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy