SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૨) મિથિલામાં પૂર્વે બારસાખમાં મંગલ માટે જે પ્રતિમા રાખતા તે મંગલ ચૈત્ય. ઘરના દરવાજાના બારશાખના મધ્ય સ્થાને આજે ગણેશ રખાય છે તે સ્થળે ભગવાનની પ્રતિમા રાખવી. ૩) નિશ્રાકૃત જે અમુક ગચ્છનું જ હોય તે. ૪) અનિશ્રાકૃત નિશ્રાથી ઇત્તર = સર્વ ગચ્છનું સર્વ સાધારણ ચૈત્ય સંઘ ચેત્ય. ૫) સિધ્ધાયતન તે શાશ્વત ચૈત્ય. આ પાંચ પ્રકારના ચૈત્ય જણાવ્યા છે. અથવા બીજી રીતે નિત્ય = શાશ્વત ચૈત્ય તે દેવલોકના ચૈત્ય. ભક્તિકૃત = ભરત મહારાજનું ચૈત્ય. નિશ્રાકૃત = ગચ્છનું ચય. અનિશ્રાકૃત = સર્વગચ્છનું ચૈત્ય. મંગળકૃત = બાર સાખનું ચૈત્ય. આ પાંચ ચૈત્ય સિવાય સાધર્મિક ચૈત્યની પણ વાત આવે છે. વાસ્ત્રકના પુત્રે એક દેરાસર બનાવેલ હતું, તેના ઘટે વાસ્તપુર નામે નગર હતું. તેમાં અભયસેન નામે રાજા હતો. તેનો વાસ્તકમંત્રી હતો, તેના ઘરે એકદા ધર્મઘોષ મુનિ ગોચરી પધાર્યા. વાસ્તક મંત્રીની પત્નીએ વહોરાવવા માટે “ધી” થી ભરેલું વાસણ ઉપાડ્યું. તેમાંથી ઘીનો એક છાંટો નીચે પડ્યો. આ છર્દિત દોષથી મુનિ પાછા ફર્યા. આ દ્રશ્ય મંત્રીએ જોયું. ભિક્ષા હોવા છતાં મુનિએ કેમ ન વહોરી એમ વિચારે છે. ત્યાં તો ઘીના છાંટા ઉપર માખી આવી તેને ભક્ષણ કરવા ગરોળી આવી, તેને મારવા કાચિંડો આવ્યો, તેને મારવા બિલાડી આવી પછી કૂતરો આવ્યો અને એ સ્થાનનો કૂતરો આવ્યો. તેને મારવાથી તેના માલિકો પણ દંડા લઇ ઝઘડો કરવા લાગ્યા આ જોઇ મંત્રી વિચારે છે કે અહો ! નિગ્રંથ સાધુની ચર્યા કેવી સુંદર છે. આથી રાજા, મંત્રી અને તેની પત્ની ત્રણેને વૈરાગ્યથી જાતિ સ્મરણ જ્ઞાન થયું. શાસન દેવીએ રજોહરણ આપ્યું. સુંદર સંયમ પાળી કેવળી બની મોક્ષે ગયા. પછી તેના પુત્રે સ્નેહ ભક્તિથી ઓઘા-મુહપત્તિયુક્ત પિતાની મૂર્તિ બનાવી સ્થાપન કરી ને પછી સર્વને એમની દીક્ષાનું કારણ વગેરે જણાવે છે આને “સ્થલી' કહેવાય આ સાધર્મિક ચૈત્ય કહ્યું. હવે ચૈત્યવંદનનના અધિકારમાં સાધુને કેટલા ચૈત્યવંદન કરવાના ? તે અગ્રે બતાવશે. વાચના-પ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy