SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ રહે તે રીતે રજસ્ત્રાણનું માપ રાખવું. અહીં સુધી પાતરાના ઉપકરણ જણાવ્યા. હવે પડિલેહણ વિધાન જણાવે છે. મુહપત્તિ પલ્લાં ગુચ્છા વિગેરેનું ૨૫-૨૫ બોલથી પડિલેહણ કરવાનું છે. શાસ્ત્રમાં જણાવ્યુ છે કે ‘‘મુખવસ્ત્રિકા દેહ (શરીર), ગુચ્છા પલ્લાં આદિની ૨૫-૨૫ સ્થાન પ્રમાર્જના માટે જિનેશ્વરોએ કહ્યા છે.'' તેમાં પ્રથમ મુહપત્તિનું દ્રષ્ટિથી નિરિક્ષણ કરવું. ૬ ઉર્ધ્વ પ્રસ્ફોટન (૩ + ૩) ક૨વા, નવ અક્બોડા નવ પક્ખોડા પ્રમાર્જના કરવા એમ ૨૫ સ્થાન વસ્ત્રના પડિલેહણ માટે છે. બે હાથ મસ્તક મુખ હૃદય એ પાંચ અંગની ત્રણ ત્રણ પ્રતિલેખના કરતાં પંદર સ્થાન થાય. બંને બાજુ ખભા અને કાંખની ૨-૨ પ્રતિલેખના મલી ચાર; અને બંને પગની છ પ્રતિલેખના કરતાં ૧૦ સ્થાન થાય. આમ કુલ ૧૫ + ૧૦ ૨૫ સ્થાનમાં કાયાની પડિલેહણા થઇ. આમ મુહપત્તિનું પડિલેહણ કરવામાં બોલાતા ૫૦ બોલના બે વિભાગ પડે છે. ઉપર પ્રમાણે મુહપત્તિની પડિલેહણના ૨૫ બોલ અને મુહપત્તિ તથા રજોહરણથી કરાતી દેહ પ્રમાર્જનાના ૨૫ બોલ એમ કુલ ૫૦ બોલ થાય. આવશ્યકાદિ ક્રિયાઓમાં વારંવાર મુહપત્તિના પડિલેહણમાં આ બોલોની વિચારણા મનન આદિ દ્વારા આત્મિક વિચારોનું ભાવ પડિલેહણ કરવાનો મુખ્ય આશય જ્ઞાની ભગવંતોનો છે. સાધ્વીજી મ.સા. અને સ્ત્રીઓને મર્યાદાભંગ તથા શરી૨ વસ્ત્રાવૃત હોવાથી સાધ્વીજી મ.સા. ને હૃદયના-૩ અને ખભા, કાંખના (પડખાના) ૪ (ચાર) મળી ૭ બોલો બોલવાના નથી. તેથી ૪૩ બોલ હોય છે. ઉપરાંત સ્ત્રીઓને મસ્તક સ્થાને બોલાતા ૩ બોલો (સ્થાન)ની પડિલેહણા ન હોય. આમ, મુહપત્તિની ૨૫ અને દેહની ૨૫ ડિલેહણા સાધુ મ. તથા ભાઇઓએ કરવાની છે. સાધ્વીજી મ. એ ૪૩ અને શ્રાવિકાઓએ ૪૦ સ્થાનની પડિલેહણા કરવાની. પડિલેહણના અધિકારમાં પાતરાંના પડિલેહણનું વિધાન જણાવ્યું તે રીતે પાતરાં બાંધીને મૂકેલાં હોવા છતાં બધે ટાઇલ્સ નથી હોતી. ગામડામાં ગાર હોય તો ભેજ થી આગંતુક જીવોની રક્ષા થાય. એ માટે પ્રથમ દ્રષ્ટિ પડિલેહણ કરે. પછી નાસિકા વિગેરેથી ઉપયોગ મૂકે. વાચના-પર ww Jain Education International For Private & Personal Use Only ૧૪૦ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy