________________
quad-ya
સૂરં વાદિળ સવળે...૪પ
પૂ.આ. ભાવદેવસૂરિ મ. યતિદિનચર્યા' ગ્રંથના આધારે શ્રમણ જીવનમાં પાલવાની પરમાત્માની આજ્ઞાનું સ્વરૂપ જણાવી રહ્યા છે કેમકે...
જ્ઞાની ભગવંતની આજ્ઞા મુજબ જીવન જીવવાથી મોહનીયના સંસ્કારો ઘટી શકે. સ્વચ્છંદવાદ એ મોહ છે. આજ્ઞાથી ચાલવાથી આ મોહના સંસ્કાર ઘટી શકે. માટે જ આજ્ઞાને સમજવા આગમજ્ઞાન જરૂરી છે. આજ્ઞાની જગ્યાએ સ્વચ્છંદવાદ આવે તો સાધુ જીવન હોવા છતાંય પાપ બંધાય.
પાપ = મોહના સંસ્કારનો વધારો.
જિનાજ્ઞાની અવગણના તે જ દર્શન મોહનીયનો ઉદય છે. પ્રતિક્રમણના સમયે પ્રતિક્રમણ કરાય. અર્થાત્ પ્રતિક્રમણ પછી તુરંત પડિલેહણ કરે. અને કાજો લેતાં સૂર્યનું બિંબ બહાર આવે. સાધનની પરાધીનતા સાધુને ન હોય સૂર્યની હાજરીમાં છાયાથી સમય જાણે.
આંગળ પ્રમાણ સળી બનાવી, ઉત્તર સન્મુખ મુખ રાખી સળીનો પડછાયો પડે તે જોવું. તે છાયાને આંગળથી માપી ૩ ઉમેરી જે રકમ આવે તેને ૬૪થી ભાગે તો તેના જવાબના આધારે સમયનો ખ્યાલ આવે. જે જવાબ આવે તેટલી ઘડી અને જેટલી શેષ વધી હોય તેટલી પલ દિવસ ચઢ્યો કે બાકી રહ્યો એમ જાણવું.
શ્રમણ ધર્મ જ્યોતમાં ૪/૫ પદ્ધતિઓ “ઓધ નિયુક્તિ' વિગેરે ગ્રંથોના આધારે જણાવી છે. પણ...આજે ઘડીયાળો થતાં આ પદ્ધતિ ખતમ થઇ છે. બ્રિટિશના સમયમાં ચાર વાગે પોસ્ટ ઓફિસમાં ટાઇમ મેળવાતો પણ આવું આજે નથી.
વાચન-પ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org