________________
quadU=U3
વત્તિનવીરં રહvi.../રછ||
શ્રીમાન્ પૂ.આ. ભાવદેવસૂરીશ્વરજી મહારાજ “યતિદિનચર્યા' ગ્રંથના માધ્યમ સાધુ જીવનની મર્યાદાઓ જણાવી રહ્યા છે. કેમકે જ્ઞાની ભગવંતની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાની પદ્ધતિ તે જ સામાચારી છે, એના પાલનથી મોહના સંસ્કાર ઘટે. સામાચારીથી સ્વચ્છંદવાદ દૂર થાય. સ્વચ્છંદવાદ એ મોહનો પ્રતાપ છે. જ્યાં આજ્ઞા ત્યાં સ્વચ્છંદવાદ નહિ. કેમકે, બંને વિજાતિય છે. અનાદિ વછંદવાદને ટાળવા માટે આજ્ઞા અને સામાચારી પ્રમાણે જીવન ઘડતર કરવાનું છે. સંયમ જીવન માટેના ઉપકરણોની પણ મર્યાદા નિયત કરેલી છે.
ઉપકરણ એટલે ? उपक्रियते अनेन इति उपकरणम् ૩૫ એટલે નજીક જેના દ્વારા આત્મભાવ-પરમાત્માની આજ્ઞાની નજીક અવાય તે ઉપકરણ !
સૂર્ય ઉગ્યા પહેલાં ૧૦ ઉપકરણનું પડિલેહણ કરે. કાજો લેતાં સૂર્યોદય થાય. આમ પડિલેહણની વિધિનો ક્રમ જણાવ્યો.
હવે ઉપકરણના માપની મર્યાદા કહે છે.
ઓધો-રજોહરણ, ઓઘ=સામાન્ય. જે દરેકને હોય કાયમ માટે સાથે હોય; તે ઓધો. દાંડો, કામળ તો બહાર જતાં જ હોય. પણ ઓઘો તો સાથે જ હોય. ઓધોએ સાધુની ઓળખ છે. પોતાની જાતનોચ સાધુતાનો ખ્યાલ ઓવાથી જ આવે. જેમ યજ્ઞોપવિત થયા પછી જનોઇ અળગી ન જ કરે તેમ, દિક્ષિત થયા પછી સાધુ પોતાના શરીરથી
વાચના-૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org