________________
સમવસરણમાં પ્રભુજી સામે, ઈરિયાવહી પડિક્કમીય પ્રમાણે; ચાર કર્મની ગતિ વિરામે, કેવલજ્ઞાન તિહાં મુનિ પામે; દેવ દેવી સહુ ઉત્સવ કરતા, વરત્યો જયજયકાર. વંદો. ૫ ક્ષણમાં સઘળાં કર્મ ખપાવ્યા, એવા અઈમુત્તા મુનિરાયા ભવ્યજીવોને બોધ પમાડી, અંતે મુક્તિપુરી સીધાવ્યા જ્ઞાન વિમલ તે મુનિને વંદે, થાયે બેડો પાર. વંદો. ૬
((૧૭૨), વૈરાગ્યની સઝાય) તે તરીયા ભાઈ તે તરીયા, જે નારી સંગથી ડરીયા રે; તે ભવસમુદ્રને પાર ઊતરીયા, જઈ શિવ-રમણી વરીયા રે. ૧ સ્થૂલભદ્રને ધન્ય જે જઈને, વેશ્યાને ઘેર રહીયા રે; સરસ ભોજન ને વેશ્યા રાગિણી, પણ શીલે નવિ ચળીયા રે. ર સીતા દેખી રાવણ ચળિયો, પણ સીતા નવિ ફરીયા રે; રહનેમિ રાજુલને મળીયા, પણ રાજુલ નવિ પડીયા રે. ૩ રાજુલે તેહને ઉદ્ધરીયા, તે પણ શિવઘર મલીયા રે; રાણીએ ક્રોડ ઉપાય તે કરીયા, સુદર્શન નવિ ળિયા રે. ૪ ક્ષપકશ્રેણીમાંહે તે ચઢીયા, કેવલ જ્ઞાન વરીયા રે; ઉત્તમ પદ પદ્મને અનુસરીયા, તેના ભાવ ફેરા ટળીયા રે. ૫
((૧૭૨), વૈરાગ્યની સઝાય) હતું બાળકપણું પછી નિશાળે ભણવું; પંડિતપણું મેલી, મૂરખપણું લો હું; આ સંસાર સુકુડો રે સુ જ્ઞાની સુધર્મી... ૧ આવ્યો સાળો ને સાળી, વચ્ચે મેલો ને થાળી; ભાઈએ બેન જ ટાળી, જો જો હૃદય વિચારી. આ૦ ર દીકરે દગો જ દીધો, વહુએ દાવો જ કીધો;
ઓરડો જુદો લીધો, પીયુ પોતાનો કીધો. આ૦ ૩ પિતા વિચારી જો જો, ભાગ વહેંચીને દેજો;
ન્યાય ચૂકવીને આલો, નઈતર કોરટે ચાલો. આ૦ ૪ ડોસી માટે બેસી ખાય, ડોસો કાંઈ ન કમાય; ભંડો મરીય ન જાય, ઘરમાં મોકળું ન થવાય આ૦ ૫ એવી હીરવિજયની વાણી, સમજો સહુ ભવિ પ્રાણી;
ધર્મ કરશે તે તરશે, નહિતર સંસારે રઝળશે. આ૦ ૬ 8282828282828282828282828282828282XRUXURXA દ્રવ્ય પ્રતિમાને ભાવે પ્રતિક્રમણ કેવી તે બનાવશો ? 33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org