________________
નિરવઘ ઠામે જઈને પાઠવોજી, તમે છો દયાના જાણ રે, બીજો આહાર આણી કરીજી, તમે કરો નિરધાર રે. ૩ ગરવચન શ્રવણે સુણીજી, પહોંચ્યા પહોંચ્યા વન મોઝાર રે; એક જ બિંદુ તિહાં પરઠવ્યોm, દીઠા દીઠા જીવના સંહાર રે. ૪ જીવ દયા મનમાં વસીજી, આવી આવી કરૂણા સાર રે; માસક્ષમણને પારણેજી, પશિવજયાં શરણાં ચાર રે. પ સંથારે બેસી મુનિ આહાર કર્યોજી, ઉપજી ઉપજી દાહજવાળ રે; કાળ કરી સર્વાર્થસિદ્ધજી, પહોંચ્યા પહોંચ્યા સ્વર્ગ મોઝાર રે. ૬ દુઃખીણી દુર્ભાગિણી બ્રાહ્મણીજી, તુંબડા તણે અનુસાર રે; કાળ અનંતો તે ભમીજી, રૂલી રૂલી તિર્યંચ મોઝાર રે. ૭ સાતે નરકે તે ભમીજી, પામી પામી મનુષ્યની દેહ રે; ચારિત્ર લઈ તપસ્યા કરીજી, બાંધ્યું બાંધ્યું નિયાણું તેહ રે. ૮ દ્રપદ રાજા ઘેર ઉપનીજી, પામી પામી યૌવન વેબ રે: પાંચ પાંડવને તે વરીજી, હુઈ હુઈ દ્રૌપદી એહ રે. ૯ તે મનુષ્ય જન્મ પામી કરીજી, લેશે લેશે ચારિત્ર નિરધાર રે; કેવલજ્ઞાન પામી કરી, જસ કહે જાશે જાશે મુક્તિ મોઝાર રે. ૧૦
((૧૦૧) શ્રી અઈમુના મુનિની સઝાય)
(રાગ : દીનદુઃખીયાનો તું છે બેલી) સંયમ રંગે રંગ્ય જીવન, નાનો બાલકુમાર
વંદો અઈમુત્તા અણગાર... ૧ ગૌતમ સ્વામી ગોચરી જાવે, નાના બાળકને મન ભાવે; પ્રેમ થકી નિજ ઘેર બોલાવે, ભાવ ધરી મોદક વહોરાવે. મારે પણ ગૌતમ સમ થાવું, એમ કરે વિચાર. વંદો. ૨ મનની ઇચ્છા પૂરણ કીધી, માતપિતાની આજ્ઞા લીધી; રાજ તણી ઋદ્ધિને છોડી, ગૌતમ પાસે દીક્ષા લીધી: રહે ઉમંગે ગુરુને સંગે વહેતા સંયમ ભાર. વંદો. ૩ તલાવડી જલની એક આવી, બાલમુનિને મન બહુ ભાવી; પાટા તણી નૌકા ખેલાવી, ગુરુને દેખી લજજા આવી;
અણઘટતું કારજ કીધું તે, પામ્યા ક્ષોભ અપાર. વંદો. ૪ DERERCABARRUREROASAUROR RABARBRORROR 3 3૪ દ્રવ્ય પ્રતિમા ભાવ પ્રતિક્રમણ કેવી ૪ર્ત બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org