________________
કર્મે સુખ દુઃખ પામીયે, કર્મે ભવ જંજાળ; કર્મ સકળ દૂરે ટળે, વરીએ શિવ વરમાળ. ૨
દાઝી નગરી દ્વારિકા, નાઠાં હલી મો૨ા૨; વનમાં વસતાં દુઃખ સહ્યાં, ભાખું તે અધિકાર. ૩ ઢાળ ૧લી
(પ્રભુ તુજ શાસન મીઠડું રે-એ દેશી)
ગ્રીષ્મ કાલના જો૨થી રે, લાગી તરસ અપાર રે; કૃષ્ણ કહે બળભદ્રને રે, ખોળી આણો તુમે વાર રે; સુકે તાળવું આ વાર રે, નહિં ચાલી શકાય લગાર રે; બળભદ્ર કહે તેણી વાર રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૧ લઈ આવશું પાણી અમે રે, તમે રહેજો સાવધાન; એમ કહીને ચાલીયા, જોવે પાણીના તે થાન રે; હરિ સુતા તેહિ જ રાન રે, આવી નિદ્રા અસમાન રે; એક પિતાંબર પરિધાન રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૨
બળભદ્ર બોલે એમ વળી રે, ઊંચું વદન નિહાળ; બાંધવની રક્ષા કરો રે, વનદેવી તુમ રખવાળ રે; તુમ શરણે છે એ બાળ રે, તેને જાળવજો સંભાળ રે; હું આવું છું તત્કાળ રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૩ હલી તો પાણી લેવા ગયા રે, આવ્યો જરાકુમાર; ભાવિભાવના યોગથી, રહ્યો વૃક્ષાંતર અવિકાર રે; હિરે પાદને મૃગલો ધાર રે, બાણ મૂક્યું આકર્ષી ત્યાર રે; વિંધાણો પાદ મોરાર રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૪
સહસા ઊઠી હર ભણે રે, કોણે કીધો છળ એહ; મારી કોઈએ નિવ હણી, એટલા દિન પહેલા રેહ રે; નામ ગોત્ર કહો તુમે કેહ રે, તવ બોલ્યો એણી પ૨ે તેહ રે; તું સાંભળ જે સસનેહ, રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૫
દુહા
જરાકુમાર ભાખે હવે, નિજ અવદાત તે વાર; કૃષ્ણ નરેસર સાંભળે. પગમાં પીડા અપાર. ૧
SAURUKURUZULUTUTUNUTTURARARA વ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિgમણ છૈવી ીતે બનાવો ? ૩૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org