________________
હંસ વિના શ્યા સરોવરીયાં, પિયુ વિના શ્યા મંદિરીયાં; મોહ વશ થકાંજી, ઉચાટ એમ કરે ઘણો જી. ૩૦ સર્વે નીર અમૂલ્ય જી, વાટકડે તેલ ફૂલેલ જી; શાહ ધને જી, શરીર સમારણ માંડીયો જી. ૩૧ ધન્ના ઘેર સુભદ્રાનારી જી, બેઠી મહેલ મોઝારી જી; શરીર સમારતા જી, એક જ આંસુ ખરીયું જી. ૩૨ ગૌભદ્ર શેઠરી બેટડી, ભદ્રાબાઈ થોરી માવલડી; સુણ સુંદરી જી, મેં કેમ આંસુ ખેંરીયું જી. ૩૩ શાલિભદ્રની બેનડી, બત્રીશ ભોજાઈની નણંદલડી; તવ થારેજી, શા માટે રોણો પડે છે. ૩૪ જગમાં એક જ ભાઈ, સંયમ લેવા મન કરે; નારી એક એક જી, દિન દિન પ્રત્યે પરિહરે જી. ૩૫ એ તો મિત્ર કાયરું, શું સંયમ લેશે ભાયરું; જીભલડી જી, મુખ માથાની જુદી જાણવી જી. ૩૬ કહેવું તો ઘણું સોહીલું, પણ કરવું અતિ દોહીલું; સુણો સ્વામિજી, એહવી ઋદ્ધિ કોણ પરિહરે જી. ૩૭ કહેવું તો ઘણું સોહીલું, પણ કરવું અતિ દોહીલું; સુણ સુંદરી જી, આજથી ત્યાગી આઠને જી. ૩૮ હું તો હસતી મલકીને, તમે કીયો તમાશો ઝલકીજી; સુણો સ્વામિ જી, અબ તો ચિંતા નવિ કરું જી. ૩૯ ચોટી અંબોડો વાળીને, શા ધન્નો ઊઠ્યાં ચાલીને; કાંઈ આવ્યા છે, શાલિભદ્રને મંદિરીએ જી. ૪૦ ઊઠો મિત્ર કાયરું, આપણે સંયમ લઈએ ભાયરું; આપણ દોય છે, સંયમ શુદ્ધ આરાધિયે જી. ૪૧ શાલિભદ્ર વૈરાગીયા, શા ધનો અતિ ત્યાગી; દોનું રાગીયાં જી, શ્રી વીર સમીપે આવીયા જી. ૪૨ સંયમ મારગ લીનો જી, તપસ્યાએ મન ભીનો છે; શાહ ધન્નો , માસખમણ કરે પારણાં જી. ૪૩ તપ કરી દેહને ગાળી જી, દુષણ સઘળાં ટાળી જી; વૈભારગિરિ જી, ઉપર અણસણ આદર્યા જી. ૪૪ ચઢતે પરિણામે સોય જી, કાળ કરી જણ દોય છે;
દેવગતિયેં જી, અનુત્તર વિમાને ઉપન્યા જી. ૪૫ XAURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમા કેવી ર્ત બનાવશો ? 3૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org