________________
રાય શ્રેણિકની મુદ્રિકા, ખોવાઈ ખોળ કરે તિહાં; માય ભદ્રા જી, થાળ ભરી તવ લાવિયા જી. ૧૪ જાગો જાગો મોરા નંદન છે, કેમ સુતા આણંદ જી; કાંઈ આંગણે જી, શ્રેણીકરાય પધારીયા જી. ૧૫ હું નવિ જાણું માતા બોલમાં, હું નવિ જાણું માતા તોલમાં; તમે લે જો જી, જેમ તમને સુખ ઊપજે છે. ૧૬ પૂર્વે કદી પૂછતાં નહીં, તો આમાં શું પૂછો સહી; મોરી માતા જી, હું નવિ જાણું વણજમાં જી. ૧૭ રાય કરિયાણું લેજો જી, મુહ માંગ્યા દામ દેજયો જી; નાણાં ચુકવી જી, રાય ભંડારે નંખાવી દીધો છે. ૧૮ વળતી માતા ઈમ કહે, સાચું નંદન સદહે; કાંઈ સાચે જી, શ્રેણિકરાય પધારીયા જી. ૧૯ ક્ષણમાં કરે કાંઈ રાજીઓ, ક્ષણમાં કરે છેરાજીઓ; કાંઈ ક્ષણમાં જી, ન્યાય અન્યાય કરે સહી જી. ૨૦ પૂર્વે સુકૃત નવિ કીધા, સુપાત્રે દાન જ નવિ દીધાં; મુજ માથે જી, હજુ પણ એવા નાથ છે જી. ૨૧ અબ તો કરણી કરશું જી, પંચ વિષય પરિહરશું જી; પાળી સંયમ જી, નાથ સનાથ થશે સહી . ૨૨ ઇંદુવતુ અંગે તેજ જી, આવે સહુને હેજ જી; નખ શીખ લગે જી, અંગોપાંગ શોભે ઘણાં જી. ૨૩ મુક્તાફળ જીમ ચળકે જી, કાને કુંડલ ઝળકે જી; રાય શ્રેણિક જી, શાલિભદ્ર ખોળે લીઓ જી. ૨૪ રાજા કહે સુણો માતા જી, તુમ કુંવર સુખ શાતા જી; હવે એમને જી, પાછો મંદિર મોકલો જી. ૨૫ શાલિભદ્ર નિજ ઘર આવિયા, રાય શ્રેણિક મહેલ સિધાવિયા જી; પછી શાલિભદ્ર જી, ચિંતન કરે મનમાં ઘણું છે. ૨૬ શ્રી જિનરો હું આદર, મોહ માયા ને પરિહરે; હું છાંડુ જી, ગજ રથ ઘોડા પાલખી જી. ૨૭ સુણીને માતા વિલખે છે, નારીઓ સઘળી તલપે જી; તેણી વેળાજી, અશાતા પામ્યા ઘણી જી. ૨૮ માત પિતાને ભ્રાતાજી, સહુ આળ પંપાળરી વાત છે;
ઈણ જગમાં જી, સ્વારથના સહુ કો સગાં જી. ૨૯ URURLARURURURUXORCRUXURRRRRRRRRRRRRRRRARA ૩૨૦ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી નર્ત બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org