________________
મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુમં ચ ધમ્મો અT
મારે મંગલરૂપ હો અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ મહારાજા, શ્રુતધર્મ અને ચારિત્રધર્મ,
"સમ્મદિઢી દેવા, દિતુ સમાહિં ય બોલિં ચ ૪૭ll સમ્યગ્દષ્ટિ દેવતાઓ, આપો ચિત્તની સ્થિરતા અને સમ્યક્ત.
શબ્દાર્થ - મમ-મારે, મંગલ-મંગળરૂપ હો, અરિહંતા-અરિહંત ભગવાન, સિદ્ધા-સિદ્ધ ભગવાન, સાહૂ-સાધુ મહારાજા, સુએ-શ્રતધર્મ, ધમ્મો-ચારિત્ર ધર્મ, સમ્મદિટ્ટી-સમ્યગ્દષ્ટિ, દેવા-દેવતાઓ, દિતુ-આપો, સમાહિ-ચિત્તની સ્થિરતા, બોલિં-સમ્યત્વ.
અર્થ - શ્રી અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન વળી સાધુ મહારાજા, શ્રતધર્મ તથા ચારિત્રધર્મ એ મારે મંગલરૂપ છે. વળી સમ્યગ્દષ્ટિ દેવતાઓ મને ધર્મને વિષે ચિત્તની સ્થિરતા તથા આ ભવે તથા પરભવે સમ્યક્ત આપો.
(કયા કારણે પ્રતિક્રમણ કરવું) પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમાં 1
નિષેધવા યોગ્ય, અશુભ કાર્ય કરવાથી, કરવા યોગ્ય શુભ કાર્ય ન કરવાથી પાછો ફરું છું.
અસદુહણે આ તહા, વિવરીય પર્વણાએ આ I૪૮મા સૂક્ષ્મ વિચાર ઉપર શ્રદ્ધા ન કરવાથી તથા વિપરીત પ્રરૂપણા કરવાથી.
શબ્દાર્થ - પડિસિદ્ધાણં-નિષેધવા યોગ્ય અશુભ કાર્ય, કરણે-કરવાથી, કિચ્ચાણકરવા યોગ્ય શુભ કર્મ, અકરણે-ન કરવાથી, પડિક્કમણું-પ્રતિક્રમણ છે, અસદ્ધહણેસૂક્ષ્મ વિચાર ઉપર શ્રદ્ધા ન કરવાથી, વિવરીય-વિપરીત, પરૂવણાએ-પ્રરૂપણા કરવાથી.
અર્થ - નિષેધવા યોગ્ય (શંકા વધાદિ અશુભ કાર્યને) કરવાથી તથા કરવા યોગ્ય (દેવપૂજા સામાયિકાદિ શુભ કાર્યને) ન કરવાથી વળી (નિગોદાદિ સૂક્ષ્મ – – – – – – – – – – – – –
૧. અહીં કોઈ શંકા કરે કે દેવ સમાધિ બોધિ આપવાને સમર્થ છે કે નહિ ? સમર્થ હોય તો સર્વને શા માટે નથી આપતા ? અને અસમર્થ હોય તો પ્રાર્થના કરવી ફોગટ છે. કદાચ યોગ્યતાવાળાને જ આપે એમ કહેશો તો પછી બકરીના ગળાના આંચળ માફક તેમની પ્રાર્થના કરીને શું? તેનું શાસ્ત્રકાર સમાધાન કરે છે કે – સર્વત્ર યોગ્યતા એ જ પ્રમાણ છે, પરંતુ જેમ ઘડો બનાવવાને માટીની યોગ્યતા છે ખરી, તો પણ કુંભાર, ચક્ર, ચીવર, દંડાદિક સર્વ તેનાં સહકારી કારણ છે. તેમ અહીં પણ ભવ્ય જીવની યોગ્યતા છતાં કુંભાર, ચક્રાદિ કારણની પેઠે બીજાની સહાયની જરૂર પડે છે. એટલે નડતાં વિદનોનું નિવારણ કરી દેવતાઓ સમાધિ બોધિ પ્રાપ્ત થવામાં સુગમતાવાળા થઈ શકે છે માટે પ્રાર્થના કરવી યોગ્ય છે. XUXURX28282828282URURURUR®RRVAURRURXAXA દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org