________________
દેસાવગાસિઅંમિ, બીએ સિખાવએ નિt l૨૮II દેશાવકાશિક (નામના) બીજા શિક્ષાવ્રતને વિશે હું નિદું છું.
શબ્દાર્થ - આણવણે-નિયમિત ભૂમિમાં બહારથી કાંઈ ચીજ મંગાવવી, પેસવણે-પરિમાણ ઉપરાંત ભૂમિને વિષે પોતાના કાર્ય માટે બીજાને મોકલવા, સદેપરિમાણ ઉપરાંત ભૂમિએ રહેલાને ખોંખારાદિકથી જણાવવું, રૂવે-રૂપ દેખાડીને પોતાની જાણ કરવી, પુગ્ગલખેવે-પદાર્થ નાંખી પોતાપણું જણાવવું, દેસાવગાસિઅંમિ-દેશાવકાશિક નામના, બીએ-બીજા, સિખાવએ-શિક્ષાવ્રતને
અર્થ - નિયમિત ભૂમિમાં બહારથી કાંઈ ચીજ મંગાવવી, પરિમાણ ઉપરાંત ભૂમિને વિશે પોતાના કાર્ય માટે બીજાને મોકલવા, પરિમાણ ઉપરાંત ભૂમિએ રહેલાને ખોંખારાદિકથી જણાવવું, તેને રૂપ દેખાડવું, તેવે સ્થળે કાંઈક પદાર્થ નાંખી પોતાપણું જણાવવું, આ પાંચ અતિચાર માંહેથી દેશાવગાશિક નામના બીજા શિક્ષાવ્રતને વિશે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. (નોંધ : આ બીજા શિક્ષાવ્રતમાં છઠ્ઠા વ્રતના સંક્ષેપની મુખ્યતા છે. એના સંક્ષેપથી બીજા આઠ વ્રતોનો સંક્ષેપ કરવાનું બને છે.)
(અગ્યારમા વ્રતના અતિચાર) સંથારુચ્ચારવિહી, પમાય તહ ચેવ ભોયણાભોએ .
સંથારા સંબંધી, લઘુનીતિ તથા વડીનીતિ સંબંધી, પ્રમાદ તેમ વળી ભોજન સંબંધી ચિંતા કરવી,
પોસહવિહિવિવરીએ, તઈએ સિખાવએ નિંદે ૨૯તા પોસહની વિધિથી વિપરીત કરવાથી, ત્રીજા શિક્ષાવ્રતને વિશે નિંદું .
શબ્દાર્થ - સંથાર-સંથારા સંબંધી, ઉચ્ચારવિહી-લઘુનીતિ તથા વડીનીતિ સંબંધી, પમાય-પ્રમાદ, તહ ચેવ-તેમ વળી, ભોયણાભોએ-ભોજન સંબંધી ચિંતા કરવી, પોસહવિહિ-પોસહનો વિધિ, વિવરીએ-વિપરીત કરવાથી, તઈએ-ત્રીજા, સિખાવએ-શિક્ષાવ્રતને વિષે.
અર્થ - સંથારા સંબંધી બે પ્રકારના અર્થાતુ સંથારાને ન પડિલેહે (ન જુએ) ન પ્રમાર્જ તથા પડિલેહે પ્રમાર્જ તો બરાબર ન પડિલેહે પ્રમાર્જ અને લઘુનીતિ (પેશાબ) તથા વડીનીતિ (ઝાડા) સંબંધી બે પ્રકારના અર્થાત્ લઘુનીતિ અને વડીનીતિ પરઠવવાની ભૂમિને ન પડિલેહે ન પ્રમાર્જ અને પડિલેહે, પ્રમાર્જે તો બરાબર ન પડિલેહે ન પ્રમાર્જે એમ ચાર તથા ભોજન સંબંધી ચિંતા કરવી, એ રીતે પોસમાં વિધિથી વિપરીતપણે કરવાથી ત્રીજા શિક્ષાવ્રતને વિશે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. SAVARAXACARAVACAURURX282URURX28RCRURURUAR ૮cશ પ્રતિમાને ભાવ પ્રતિમા કે 77 બનાવશો ? 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org