________________
૯૪
કર્મનો સિદ્ધાંત
સાક્ષીરૂપે છેટા ઊભા રહીને જુઓ. આમ છેટા ઊભા રહીને સાક્ષીરૂપે જોવાની કળા જ કર્મને અકર્મ બનાવી દે છે. ત્યારે માણસ કર્મ કરતો હોવા છતાં અકર્તા બની જાય છે.
પરંતુ એથી વધારે અઘરી બીજી વાત ભગવાન કહે છે કે “અકર્મણિ ચ કર્મ યઃ પશ્વેત' - અકર્મમાં કર્મ જુએ તે ખરો જ્ઞાની છે. કાંઈ પણ નહિ કરતો હોવા છતાં પણ કર્તા જેવો થઈ જાય. પહેલા વાત સમજવી સહેલી છે કે જો સાક્ષીભાવ હોય તો કર્મ થતું હોવા છતાં એવું ના લાગે કે હું કર્મ કરું છું. માત્ર દ્રષ્ટાપદે જોઈ રહ્યો છું પણ આ બીજી વાત જરા અઘરી છે – જે કર્મ ના કરતો હોવા છતાં કર્મ કરતો લાગે.
ખરું જોતાં તે પહેલી વાતમાં કહેલી સાક્ષી ભાવે રહેવાની, દ્રષ્ટાપદે રહેવાની સ્થિતિ જે કેળવાય તો બીજી વાતમાં કહેલી સ્થિતિ સ્વાભાવિક રીતે, તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે તે સ્થિતિમાં આ સમગ્ર સંચારચક્ર ચલાવનાર પરમાત્મા સાથે તાદાભ્ય અનુભવાય છે અને તે પરમાત્માની તમામ શક્તિઓ પોતાની જ શક્તિઓ છે, તેવો ભાવ જાગ્રત થાય છે અને સૃષ્ટિમાં જે કાંઈ થઈ રહ્યું છે તે પોતે જ કરી રહ્યો છે તેવો કર્તાપણાનો ભાવ સ્થિર થાય છે. સ્વામી રામતીર્થ એક વખત ખૂબ આનંદમાં આવી જઈને કહેવા લાગ્યા કે જુઓ ! આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, પૃથ્વી વગેરેને સૌના પહેલાં મેં જ ગતિ આપેલી છે, અને ગતિમાન કર્યા છે, ચાલતા-ફરતા કર્યા અને હું જ તેમને સર્વેને સર્વથા ગતિમાન – ફરતા રાખું છું. મેં જ સૌથી પહેલાં ચાંદ-તારાઓને ઈશારો કર્યો અને ગતિમાન કરી દીધા છે. લોકોએ પૂછ્યું તમે ? ભરોસો પડતો નથી ? રામે કહ્યું કે હા, મેં એટલે રામતીર્થે જ નહિ – મેં એટલે શરીરધારી રામતીર્થે નહિ પરંતુ તેનાથી અલગ જ હું છું તેણે.
આ પ્રમાણે અંદર જે સાક્ષીરૂપે બેઠેલ છે તે દ્રષ્ટાપદે ઊભો રહે તો તેને સર્વશક્તિશાળી પરમાત્મા સાથે તાદાસ્ય થઈ જાય છે અને તે કાંઈ પણ નહિ કરતો હોવા છતાં તે બધું જ કરે છે. આનું નામ અકર્મમાં પણ કર્મ જોવું તે. પછી તે ખાલી બેઠો હોય તો પણ તે બધું જ કરી રહ્યો છે. હવાને પણ ચલાવે છે, વૃક્ષને પણ તે ઉગાડે છે, ફૂલને પણ તે ખીલવે છે. તે વૃક્ષ નીચે આંખ મીંચીને બેઠેલો હોવા છતાં તે જ ચંદ્ર તથા સૂર્યને ચલાવે છે.
સ બુદ્ધિમાનું મનુષ્યષ, સ યુક્તઃ કૃત્ન કર્મકતા તે જ પુરુષ સર્વ મનુષ્યોમાં બુદ્ધિમાન છે અને તે જ યોગી સંપૂર્ણ કર્મોને કરવાવાળો છે. કર્મ સહજ થવાથી તેનું અકર્મ બને છે. સહજ સ્વાભાવિક કર્મને જ અકર્મ કહે છે.
સૂર્યનારાયણ ઊગે છે કે તુરત કરોડો ડોલોથી ઉલેચવા જઈએ તો પણ ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org