________________
ગોધરા થિયોસૉફિકલ સોસાયટી તથા રોટરી કલબના સંયુકત ઉપક્રમે ગોધરા હાઈસ્કૂલમાં, દીવડા કૉલોની (તા. સંતરામપુર)માં, મહેસાણા લાઈબ્રેરી હૉલમાં વગેરે અનેક સ્થળોએ તેમણે તેમની નોકરી દરમિયાન પ્રવચનો આપેલાં છે. તે ઉપરાંત, અમદાવાદમાં થિયોસૉફિકલ સોસાયટીમાં, સરયૂદાસજી મહારાજના મંદિરમાં, સારંગપુર રામભવનમાં, ૫. પૂજ્ય શ્રી ગીતાભારતીજીના આશ્રમમાં – વગેરે અનેક સ્થળોએ તેમણે પ્રવચનો આપેલાં છે. ગાંધીનગરમાં થિયૉસૉફિકલ સોસાયટીના તેઓ સૌપ્રથમ પ્રમુખ હતા, અને ત્યાં તેમની સચિવાલયની નોકરી દરમિયાન તેમણે દરેક સેકટરમાં ઘણાં પ્રવચનો આપેલાં છે.
રિટાયર્ડ થયા પછી તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનાં ઘણાં શહેરોમાં ઘણાં પ્રવચનો આપેલાં છે.
શ્રી હીરાભાઈ ઠક્કરે ૧૯૮૫ની સાલથી સતત દર સાલ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનાં ઘણાં સ્ટેટ્સમાં પ્રવાસ કરીને ન્યુયૉર્ક, ન્યુજર્સી, બાલ્ટીમોર, બોસ્ટન, વોશિંગ્ટન, શિકાગો, લોસએન્જલીસ, સાનઓ, ઑકલૅન્ડ, સાનફ્રાન્સિસ્કો, (કેલિફોર્નિયા), રેલે, વિન્સ્ટન, શારલોટ, (નોર્થ કેરોલીના), સ્પાર્ટનબર્ગ, (સાઉથ કેરોલીના), યંગસ્ટાઉન (ઓહાયો), હેરીસબર્ગ, પિટ્સબર્ગ (પેન્સિલવેનિયા), બોલ્ડર સિટી, લાસ વેગાસ (નેવાડા), માયામી, ટેમ્પા, પેન્સકોલા (ફલોરિડા), મોબિલ, ઓપ (અલાબામા), હાર્ટફોડ (કેનેટિકટ), ડાર્ટમાઉથ (મેસેગ્યુસેટ્સ), એટલાન્ટા (જ્યૉર્જિયા), ટોરેન્ટો (કેનેડા), સિલ્વર સ્પ્રિંગ (M.D.), ઑગસ્ટા (જ્યૉર્જિયા), ડેટ્રોઇટ (મિશિગન), પૉર્ટલૅન્ડ (ઓરોગન), હ્યુસ્ટન, ડલાસ, ઓસ્ટીન (ટેક્ષાસ), પપેક્ષી, લૉગ આઇલેન્ડ (ન્યૂયૉર્ક), લેબેનોન (નેસવિલ) વગેરે અનેક શહેરોમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતીમાં પ્રવચનો આપેલાં છે.
ઇંગ્લેન્ડમાં લંડન, વેમ્બલી, લિસ્ટર, કોવેન્ટ્રી વગેરે શહેરોમાં પણ તેણે પ્રવચનો આપેલાં છે.
સાઉથ આફ્રિકાનાં ડરબન, ટોંગાટ, વેરલમ, રીઝોર્વેયર હિલ્સ, કેપટાઉન, જોહાનિસબર્ગ, પ્રિટોરિયા, પિટર મેરિટ્સબર્ગ, ઇસ્ટ લંડન, પોર્ટ ઇલિઝાબેથ, ટ્રાન્સવાલમાં; તેમજ બેનોની, લેનસિયા, લોડિયમ, બેથાલ, બીટો, રોશની તથા નૈરોબી (ઇસ્ટ આફ્રિકા) વગેરે શહેરોમાં પણ તેમણે પ્રવચનો આપવાં .
તર્કપરાંત મોરેશિયસમાં યુનિવર્સિટીમાં અને ત્યાં દિવ્યજીવન સંઘ વગેરે અનેક સંસ્થામાં પણ તેમણે પ્રવચનો આપેલાં છે.
અમારી સંસ્થાના પરમ શુભેચ્છક શ્રી હીરાભાઈ ઠક્કરે આ પુસ્તકના લેખન બદલ કશો જ પુરસ્કાર લીધો નથી તે બદલ અમે તેમના અત્યંત આભારી છીએ,
- પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org