________________
કર્મનો સિદ્ધાંત
દાન, તપ વગેરે પુણ્યકર્મો કર્યા, જેના પ્રભાવે કરીને તે ઈન્દ્રની ગાદીએ બેસવાનો અધિકારી થયો. તેથી તે રાજા સ્વર્ગમાં ઈન્દ્રના દરબારમાં ગયો. ઈન્દ્ર ઊભો થઈ ગયો અને સિંહાસનથી હેઠા ઊતરી ગયો અને યયાતિ રાજાને ઈન્દ્રની ગાદીએ બેસાડ્યા. ઇન્દ્ર પોતે સિંહાસનથી નીચે ઊભો રહીને બે હાથ જોડીને રાજાએ કરેલાં યજ્ઞ, દાન, તપનાં વિગતવાર યશોગાન ભરસભામાં કરવા લાગ્યો.
ઇન્ટે કહ્યું, “રાજન ! તમે અનેક હીરામાણેક મોતીનાં દાન કર્યા છે.”
રાજાએ હકારમાં સંમતિસૂચક માથું હલાવ્યું. ઈન્ટે કહ્યું : રાજનું ! “તમે સુવર્ણમહોરોનાં દાન કર્યા છે. તમે અસંખ્ય સોનાનાં શીંગડાંવાળી દુધાળી ગાયોનાં દાન કર્યા છે. તમે અસંખ્ય વાવ, કૂવા, તળાવો, ધર્મશાળાઓ, વિશ્વ વિદ્યાલયો, દવાખાના બંધાવ્યાં. તમે અસંખ્ય ધર્મક્ષેત્રો અને અન્નક્ષેત્રો ખોલ્યાં. તમે તમામ ગરીબોને અન્ય વસ્ત્ર ભરપેટ આપ્યો જેથી તમારા રાજ્યમાં હવે કોઈ ગરીબ અને નિરક્ષર નથી. તમે અનેક યજ્ઞો કરાવ્યા અને ગૌબ્રાહ્મણ, ઋષિમુનિઓ, સંતોને ખૂબ સંતુષ્ટ કર્યા વગેરે વગેરે...”
આવી રીતે રાજાએ કરેલા એકએક પુણ્યકર્મને ઇન્દ્ર ઊભો ઊભો વિગતવાર ગણાવતો ગયો અને રાજાની ઈન્દ્રની ગાદી ઉપર બેઠો બેઠો અહંકારમાં સંમતિસૂચક માથું હલાવતો ગયો. આવી રીતે રાજાના તમામ પુણ્યનું પૂરેપૂરું વર્ણ પૂરું થયું અને રાજાએ સતત માથું હલાવતાં તમામ પુણ્યકર્મોની જાહેરાત – કબૂલાત કરી કે તુરત જ ઈન્દ્ર રાજાને કહ્યું કે આપ મહારાજા હવે ઇન્દ્રની ગાદી ઉપરથી હેઠે ઊતરી જાઓ, કારણ કે આપનાં તમામ પુણ્યકર્મ જાહેર (Expose)) થઈ ગયાં એટલે હવે તે તમામ પુણ્યકર્મના ફળ ખતમ (Evaporate) થઈ ગયાં. માટે હવે તમે ઈન્દ્રની ગાદી ઉપર બેસવાના અધિકારી મટી ગયા છો. તમારાં પુણ્યકર્મના ફળ સ્વરૂપે ઇન્દ્રની ભરસભામાં તમારી વાહ વાહ બોલાઈ ગઈ. તમારો ખૂબ ખૂબ વખાણ-ગુણગાન ગવાઈ ગયાં તે જ તમારાં પુણ્યોનું ફળ તમોને મળી ગયું અને તે રીતે પુણ્યકર્મ તમોને તાત્કાલિક ફળ આપીને શાંત થઈ ગયાં. હવે તે કર્મો સંચિતમાં જમા થવાનાં રહ્યાં નહિ અને પ્રારબ્ધ બનીને તે કર્મો તેઓને ફરીથી ફળ આપવા આવશે નહિ.
એવી જ રીતે પાપકર્મની જો તમે જાહેરાત કરો તો તે પણ ખતમ–તિરોહિત (Evaporate) થઈ જાય. મહાત્મા ગાંધીજીએ નાનપણમાં જે પાપકર્મો કર્યા–પટાવાળાની બીડીઓનાં ઠૂંઠાં ફૂક્યાં, માંસ ખાધું, વેશ્યાને ઘેર ગયા, બાપના ખિસ્સામાંથી ચોરી કરી, બાપના મૃત્યુની છેલ્લી ઘડીઓ ગણાતી હતી, તે વખતે પણ વિકારને વશ થઈને પત્ની સાથે સહશયન કર્યું વગેરે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org