________________
કર્મનો સિદ્ધાંત
ભગવાન આ વાતને સ્પષ્ટ સમજાવતાં જનકનો દાખલો આપીને કહે છે કે -- કર્મણેવ હિ સંસિદ્ધિમ્ આસ્થિતાઃ જનકાદયઃ । લોકસંગ્રહમેવાપિ સંપશ્યન્ કર્તુમહસિ II (ગી. ૩/૨૦) કર્મમાર્ગ સ્વતંત્ર સાધનામાર્ગ છે અને તે તમામ ઊંચનીચ જાતિના—કક્ષાના લોકો માટે અત્યંત સુલભ છે.
નિયતકર્મ–સ્વકર્મ–સ્વધર્મ તમારું એકેએક કર્મ પરમાત્માની પૂજાની સામગ્રી બનાવી દો.
૭૪
ભગવાન ગીતામાં કહે છે કે તમારે પરમસિદ્ધિ-સંસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો બીજી કોઈ પણ સાધનાની કે સામગ્રીની જરૂર નથી. માત્ર તમે જે જે કર્મ કરો તે તમામ એકેએક કર્મને તમે પરમાત્માની પૂજાની સામગ્રી-પુષ્ય બનાવી દો, સ્વકર્મણા તમભ્યર્ય સિદ્ધિ વિન્ધતિ માનવઃ ॥ (ગી. ૧૮/૪૬) તમે તમારું એકેએક કર્મ પરમાત્માના ચરણે ધરી દો. જેમ તમે પરમાત્માને માથે ચઢાવવા જે પુષ્પ લાવો છો તે સારામાં સારું જોઈને લાવો છો અગર તો પ૨માત્માને ચરણે ધરવા તમે જે ફળ લાવો છો તે સારામાં સારું લાવો છો. તેવી જ રીતે તમે જે કર્મ પરમાત્માને ચરણે ધરવા માટે કરો તે કર્મ આપોઆપ શુદ્ધ-નિષ્પાપ અને રાગદ્વેષરહિત બની જશે.
તમારે ઘેર તમારે પટાવાળો જમવાનો હોય ત્યારે તમે જે રસોઈ બનાવો છો અને તમારે ઘેર તમારો જમાઈ અગર કલેક્ટર અગર એવો કોઈ મોટો માણસ જમવા પધારે ત્યારે તમે જે રસોઈ બનાવો છો તે રસોઈ બનાવવાના કર્મમાં કેટલો મોટો ફરક પડી જાય છે તે તમે જાણો છો. તેવી રીતે તમે તમારાં તમામ કર્મ પરમાત્માને રાજી કરવા કરો તો તે પ્રત્યેક કર્મ આપોઆપ અત્યંત શુદ્ધ અને પવિત્ર બની જશે. કારણ કે પરમાત્મા તો જમાઈ–કલેક્ટર કે પ્રધાન કરતાં ઘણા મોટા છે.
પરમાત્મા કેવા છે ?
યતઃ પ્રવૃત્તિઃ ભૂતાનામ્ યેન સર્વમિદં તતમ્ । (ગી. ૧૮૪૬) જે પરમાત્મા વડે સારા સહિત તમામ ભૂત પ્રાણીમાત્રની પ્રવૃત્તિ ચાલી રહી છે અને જે આ વિશ્વમાં અણુએ અણુમાં ઓતપ્રોત છે તે પરમાત્માને – સ્વકર્મણા તમ્ અભ્યર્થ્ય |
તારા એકેએક કર્મથી અભ્યર્ચના કર, પૂજા કર. તારું એકેએક કર્મ ભગવાનની પૂજા માટેનું પુષ્પ બનાવી દે, તો
સિદ્ધિ વિદ્ઘતિ માનવઃ
તું ચોક્કસ સિદ્ધિને પ્રાપ્ત કરીશ. તેને માટે કોઈ જંગલમાં જઈને ભારે ઉગ્ર
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org