________________
Ex
કર્મનો સિદ્ધાંત
ખરેરાથી ઘા દીધા મટાડી, ડોલો ભરી પાયું મિષ્ટ વારિ – કીધી ખાસદારી.
-
આ યુદ્ધના મેદાનમાં આખો દિવસ લડાઈ લડીને થાકેલો અર્જુન જ્યારે રાત્રે આરામ કરતો હતો ત્યારે જગતનો માલિક દેવ શ્રીકૃષ્ણ આખી રાત મજૂરી કરે, ઘોડાઓનાં શરીરમાં ભોંકાઈ ગયેલાં બાણોને સાચવીને બહાર કાઢે, ગરમ પાણીથી ઘોડાઓના ઘા ધોઈને તેમને ખરેરો કરીને નવડાવે અને પછી ઘોડાઓને ઠંડું મીઠું પાણી પાઈને તેમનો થાક ઉતારે. પછી આ જગતનો માલિક દેવ પોતાના પિતામ્બરનો તોબરો કરીને તેમાં ઘોડાઓને ચંદી ખવડાવે.
આવા યોગેશ્વર અને મહાન કર્મયોગી શ્રીકૃષ્ણ જગતને--સમાજને આજ્ઞા કરે છે કે -
યોગસ્થઃ કુર કર્માણિ સંગે ત્યક્ત્વા ધનંજય ।
સિદ્ધય સિદ્ધચોઃ સમો ભૂત્વા સમત્વે યોગ ઉચ્યતે ॥ (ગી. ૨/૪૮)
યોગસ્થ થઈને તું કર્મ કર. ફળની આસક્તિને છોડીને કર્મ કર અને કર્મનું ફળ તારી ધારણા મુજબનું સિદ્ધ થાય કે ના થાય તેની ચિંતા છોડીને મનની સ્થિરતા ટકાવી રાખીને તું તારી મેળે નિષ્કામ ભાવથી કર્મ કર્યા જ કર. કારણ કે મનની સ્થિરતા – સમત્વ ટકી રહે તેનું જ નામ યોગ કહેવાય છે.
સમર્ત્ય યોગ ઉચ્યતે ।
યોગ એટલે સમત્વ એવી અલૌકિક વ્યાખ્યા પરમાત્માએ જગતને અને સમાજને આપી છે. તેને બરાબર સમજી લેવી જોઈએ.
૩૬. (૫) યોગ એટલે શું ?
અભણ માણસો યોગ એટલે શું તે ના સમજે તે તો જાણે ઠીક પરંતુ ઘણાં કહેવાતાં ભણેલાંઓ પણ ‘‘યોગ'' શબ્દ સાંભળીને ભડકે છે. ‘યોગ' શબ્દનો અર્થ ઘણા વિદ્વાનોએ અને પંડિતોએ પોતપોતાની બુદ્ધિ અનુસાર જુદી જુદી રીતે કરેલો છે. પરંતુ યોગ જો જીવનમાં પૂરેપૂરો વણાઈ ના જાય અને જીવનવ્યવહારમાં દરેક ક્ષેત્રે જો યોગનો ઉપયોગ ના થાય તો તેવા યોગના અર્થની સર્વસામાન્ય માણસને માટે કશી જ કિંમત ના રહે. ભગવદ્ ગીતા યોગશાસ્ત્ર કહેવાય છે. તેમાં જીવન જીવવાનો આખો નકશો આપેલો છે. એકેએક માણસ તેના જીવનની એકએક ક્ષણે યોગ સાધી શકે તો જ યોગની કિંમત ગણાય. બાકી માત્ર પંડિતો અને વિદ્વાનો જ યોગનો અર્થ તેમનાં ભાષણોમાં કરતા ફરે, અગર તો સાધુ-સંન્યાસીઓ જંગલમાં જઈને એકલા બેઠા યોગ સાધી શકે એવો જ જો યોગનો અર્થ થતો હોય તો એવો યોગ આપણા જેવા સર્વસામાન્ય માણસ માટે નકામો છે. એક મિલમજૂર કે એક મિલમાલિક, એક લારી ફેરવનારો કે એક મોટરમાં બેસનારો, એક શેઠ કે એક ગુમાસ્તો, એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org