________________
૪૪
કર્મનો સિદ્ધાંત - વગેરે આગળ ભક્તનાં લક્ષણો ભગવાને ગણાવ્યાં છે, અને એવાં લક્ષણોવાળો માણસ મારો ભક્ત કહેવાશે અને તે મને પ્રિય થશે. આમાંનું એક પણ લક્ષણ આપણામાં ન હોય તો આપણે આપણી જાતને ભક્તમાં ગણાવી શકીએ જ નહિ અને ભગવાનને વહાલા થઈ શકીએ જ નહિ.
હું એમ જાહેર કર્યું કે હું બિરલા શેઠનો છોકરો છું તો તેથી કરીને બિરલા શેઠની મિલકતોમાંથી મને ભાગ મળે નહિ. પરંતુ ખુદ બિરલા શેઠ ઊઠીને એમ જાહેર કરે કે હું તેમનો દીકરો છું, તો જ મને બિરલા શેઠની મિલકતમાંથી ભાગ મળે. એમ ખુદ ભગવાન ઊઠીને એમ કહે કે –
યો મક્તઃ સ મે પ્રિય: .. હું ભગવાને કહેલાં લક્ષણો ધરાવતો હોઉં તો જ હું તેમનો ભક્ત ગણાઉં અને નરસિંહ, મીરાંની માફક મને પણ પ્રારબ્ધ ભોગવવામાં ભગવાન મદદ કરે.
તેમ છતાં, ભગવાન તો જગતના પિતા છે, અને તેમની તો સારા અગર ખરાબ, ભક્ત અગર અભક્ત એમ તમામ જીવ પ્રત્યે અનુકંપા, દયા તો છે જ, કારણ કે તે તો દયાના સાગર છે.
હું મારા બાપનું કહ્યું ના કરતો હોઉં તો પણ અને તેમના ના કહેવા છતાં તેમની ઉપરવટ થઈને હું ઓટલા ઉપર ચઢીને ભૂસકા મારતો હોઉં અને તેમ કરવા જતાં કોઈ વખત મારો ટાંટિયો ભાંગી જાય તો પણ મારા બાપા મારી ઉપર દયા કરીને મને હાડવૈદ્યને ત્યાં લઈ જાય, ત્યાં જવાનું રિક્ષાભાડું તે ખર્ચે, હાડવૈદ્યની ફી પણ તે આપે, ઘેર લાવીને મને સુંવાળી પથારીમાં સુવાડે, મને પગે તે શેક કરે, દવા પણ પાય, મોસંબી વગેરેનો ખર્ચ કરીને મને ખવડાવે અને ઉગ ના થાય તેવાં વચન બોલે, પરંતુ હું તેમની પાસે એવી ગેરવાજબી માગણી કરું કે બાપા મને પગમાં લપકારા મારે છે, સણકા મારે છે, તે તમે લઈ લો. તો મારા બાપા તે પગનું દર્દ ના લઈ શકે, તે દર્દ તો મારે જાતે જ ભોગવવું પડે.
બરાબર એ જ રીતે માણસ ભગવાનની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને કુકર્મ કરે તો તે પાકીને પ્રારબ્ધરૂપે સામું આવે, તે પ્રારબ્ધ તો તેને જાતે જ ભોગવવું પડે. તેના કર્મના કાયદાના અમલમાં જગત પિતા હસ્તક્ષેપ ના કરે. ખુદ ભગવાન રામ પરાત્પર બ્રહ્મ હોવા છતાં જ્યારે તે નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ છોડીને સગુણ સાકાર સ્વરૂપે જગતમાં પધાર્યા ત્યારે તેમણે પણ કર્મના કાયદાની મર્યાદા જાળવી છે અને તે પ્રમાણે વર્યા છે. શ્રી ભગવાન રામ પોતે કહે છે કે – થતુ ચિત્તિત તદીઠ દૂરતર પ્રયાતિ ય ચેતતા ન કલિત તદીહાળ્યુપૈતિ | પ્રાતર્ભવામિ વસુધાધિપ ચક્રવર્તિ સોડાં વ્રજામિ વિપિને જટિલસ્તપસ્વિ છે
જે દિવસે ચક્રવર્તી રાજા થવાનો હતો અને ગાદીએ બેસવાનો હતો, તે જ દિવસે સવારે મારે કર્મના કાયદાને માન આપીને જટાધારી તપસ્વીના વેશમાં વનમાં જવું પડ્યું છે. ભગવાન રામ પોતાના પિતા દશરથનું તેમના પુત્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org