________________
આમારા પપ્પા
અમે કુલ પાંચ ભાઈ-બહેનોના અમારા પપ્પા ખૂબ જ ખુશમિજાજી, મિલનસાર તથા નિખાલસ સ્વભાવનાં હતા. તેમને ગુસ્સો કરતા કે કોઈને કટુ વચન કહેતા અમે કદિ પણ જોયા કે સાંભળ્યા નથી. અમારી મમ્મી હંમેશા પપ્પાને કહેતી કે ગુસ્સો કરતા જરાપણ આવડતું જ નથી. તો ગુરસાનું ખોટું નાટક શા માટે કરો છો ? આ સાંભળી પપ્પા નાના-નાના ટૂચકાઓ તથા પ્રસંગો સંભળાવીને મમ્મીને પણ હસાવતા હતા. જીવન જીવવાની તેમની આ કળા તથા તકલીફોનો પણ સહજતાથી સામનો કરવાનું તેમનું સામર્થ્ય અમે ભૂલવા અસમર્થ છીએ.
અમારા પપ્પા દરરોજ સવારે ૪-૩૦ વાગે ઉઠી જતા હતા, શિવામ્બુથી હોં સાફ કરી બ્રશ કરતા અને ત્યારબાદ ફ્રેશ થઈને રામનગરનાં બધા જ મંદિરોના દર્શન કરી ગોડીજી પાર્શ્વનાથજીનાં દેરાસરે સમયસર પહોંચીને ભક્તામર સ્તોત્રનું પઠન કરતા અને લગભગ ૬-૩૦ વાગે ઘરે પરત આવતા ત્યારે બે ગલૂડિયાઓ તેમની રાહ જોઈને પૂંછડી પટપટાવતા ઉભા જ હોય કે ક્યારે પપ્પા આવે અને તેમને ખાખરા ખવડાવે ! પપ્પાનાં હૃદયમાં કરૂણા ભારોભાર ભરી હતી. કોઈનું પણ દુ:ખ તેઓ જોઈ શકતા નહીં. જે દિવસે અમારા પપ્પા ગુજરી ગયા તેના બીજા જ દિવસે સવારે તેમાંથી એક ગલુડિયું મૃત્યુ પામ્યું.
અમારા પપ્પા અને મમ્મી કાયમ સાથે જ હોય. ઓફિસ સિવાય કદિપણ અમે એકબીજાને એકલા જોયા નથી. કોઈપણ વ્યવહારિક કામ હોય, દવાખાને જવાનું હોય ત્યારે હંમેશા સ્કૂટર ઉપર મમ્મીને લઈને પોતે જ જતા હતા. બંનેને ગુજરાતી પીકચર અને સાઉથ ઈન્ડિયન જમવાનું ખુબ જ પ્રિય હતા.
અમારા પપ્પા જ્યારે નોકરી કરતા હતા ત્યારે સવારે ૯ વાગે ટિફિન લઈને નીકળતા અને સાંજે ૬-૩૦ વાગે પાછા ફરતા હતા, પણ જો ક્યારેક ૧૦-૧૫ મિનીટ પણ મોડું થવાનું હોય તો ઘરે ચિંતા ન થાય તે હેતુથી ફોન ધ્વારા જણાવી દેતા હતા પણ હવે.. જ્યારે મોક્ષની મંજિલ કાપવા નીકળ્યા ત્યારે કોઈને સહેજ પણ અણસાર નથી આવ્યો કે મારે આ ભવે પાછા નહીં અવાય, મારી રાહ જોતા નહીં.. આ બધા વિચારોએ અમારા મન ઉપર એવો ઘેરો ધાવ્યો છે કે મન માનવા જ તૈયાર નથી કે અમારા પપ્પાનાં નામ આગળ “સ્વ” નું લેબલ લાગી ગયું છે.
અમારા પપ્પાનો ફોટો જોઈને એમ જ લાગે છે કે છબીમાંથી હમણાં બોલશે કે અતુલ, ભોટિયો શું કરે છે ? આ બધું અમારે સાંભળવું છે પણ સાંભળવા મળશે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org